હજુ સાચવજો! 1997 બાદ પહેલીવાર મહેસાણામાં ખાબક્યો આટલો વરસાદ! જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ
મહેસાણા વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગોપી નાળુ અને ભમરીયું નાળામાં પાણી ભરાયા છે. આ વચ્ચે ગોપી નાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું. જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા હતા.
Mehsana News: હવે વાત કરીએ મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની. ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં સોમવાર મેઘમહેરનો દિવસ સાબિત થયો. અનેક જિલ્લાઓ જ્યાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદ નહોતો પડ્યો ત્યાં એક ઝાટકે 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એમાં ખાસ કરીને ખેડા અને સાબરકાંઠામાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. આ ખાસ રિપોર્ટમાં જુઓ ગુજરાતના અન્ય જિલ્લાઓની પરિસ્થિતિ.
સમગ્ર ગુજરાતમાં આકાશી આફત! બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના કયા જિલ્લાઓને ઘમરોળ્યા?
મહેસાણા વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગોપી નાળુ અને ભમરીયું નાળામાં પાણી ભરાયા છે. આ વચ્ચે ગોપી નાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું. જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગે ટ્રેક્ટરમાં સવાર 7 યુવતી અને વૃદ્ધ ડ્રાઈવર સહિત 13 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. મહેસાણામાં 1997 બાદ પ્રથમવાર એક જ દિવસમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણાના નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ડૂબી ગયા હતા પણ મહેસાણા પાલનપુર હાઈવે પણ પાણીમાં ડૂબ્યો હતો. હાઈવે પર બનાવેલો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
મહેસાણાના વિસનગરમાં 10થી 12 કલાક દરમિયાન પડેલા 5 ઇંચ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વિસનગર શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. વિસનગરમાં આવેલ એપીએમસીમાં પણ નદીની જેમ પાણી વહેવા લાગ્યા છે. એપીએમસીમાં વચ્ચે આવેલ રસ્તામાં વાહનોના ટાયરો ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. વિસનગર APMC પાણીમાં ગરકાવ થઈ છે. 11 ફૂટની આખે આખી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ દ્રશ્યો વિદેશના કે ભારતના અન્ય કોઈ રાજ્યના નહીં પરંતુ, ગુજરાતના છે. જી હાં, આ દ્રશ્યો સાબરકાંઠાના છે. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા હમીરગઢ ગામ પાસે રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાયા. રેલવે અંડર બ્રિજમાંથી પસાર થતી એસ.ટી. બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ. ચિંતાની વાત એ છેકે, અંડરબ્રિજમાંથી વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે દર વર્ષે બ્રિજમાં પાણી ભરાય છે.
ઉત્તર ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મેઘતાંડવ! જાણો ક્યા કેવો પડ્યો?
ઘટનાની જાણ થતાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસ.ટી. વિભાગના અધિકારીઓને સાથે રાખીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયું હતું. વરસાદી પાણી ભરાવાના કારણે ગટર લાઈન ક્યાં છે તેની કોઈ ખબર જ નથી પડતી. જેના કારણે એક કાર ખુલ્લી ગટરમાં ફસાઈ હતી. જોકે, આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. પરંતુ, શહેરમાંથી પસાર થતાં હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે..
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ધોધમાર વરસાદ ખાબક્યો.. હિંમતનગરમાં ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જૂની જિલ્લા પંચાયત પાસેના કોમ્પલેક્ષમાં પાણી ભરાયા હતા. કોમ્પલેક્ષનું આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. કોમ્પલેક્ષમાં પાણી ભરાવાના કારણે દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.
રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટની લપડાક! 5 કરોડના વળતરના બદલામાં મળ્યો 5 લાખનો દંડ
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગણતરીના કલાકોમાં જ 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા. ભારે વરસાદના કારણે નડિયાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિ તો એ હતી કે, નડિયાદ શહેરના ચારેય ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વૈશાળી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા હતા..
ભારે વરસાદના કારણે પાલિકાના બેદરકારીના પણ પુરાવા સામે આવ્યા છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શારદા મંદિર ચોકડીથી નિલકંઠ મહાદેવ તરફ જતા રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો હતો. ભૂવો પડવાના કારણે આ રોડ પર વાહન વ્યવહાર બંધ કરાવવાની ફરજ પડી હતી.. જોકે, સ્થાનિક કાઉન્સિલર અને પાલિકાની ટીમે ભૂવાનું સમારકામ શરૂ કરાવ્યું હતું.
રાજકોટમાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, જમતી વખતે જ ઢળી પડ્યો!
નડિયાદથી ખાત્રજ અને મહેમદાવાદનો રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો હતો.. મુખ્ય રસ્તા પર મસમોટું ગાબડું પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના પાણી રોડ ધોવાઈ ગયો છતાં પણ NHAI કે તંત્રએ રોડ બંધ કરવાની પણ તસદી ન લીધી.. સ્થાનિક લોકોએ રોડ પાટિયા ગોઠવીને બંધ કરવો પડ્યો.