શનિવારની રાત્રે વરસાદે ધબધબાટી બોલાવી, અમદાવાદમાં આખી રાત 2.5 ઈંચ વરસાદ પડ્યો
લાંબા સમય બાદ ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી છે. ત્યારે શનિવારની રાત્રે વરસાદ ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાતભર વરસાદી માહોલ રહ્યો હતો. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આખી રાત વરસાદ (heavy rain) પડ્યો હતો. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, પંચમહાલ, સુરત, ભાવનગર, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં રાતભર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ રાતભર ધીમીધારે વરસાદ પડ્યો છે. અમદાવાદ
ઝી મીડિયા/બ્યૂરો :લાંબા સમય બાદ ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી છે. ત્યારે શનિવારની રાત્રે વરસાદ ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાતભર વરસાદી માહોલ રહ્યો હતો. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આખી રાત વરસાદ (heavy rain) પડ્યો હતો. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, પંચમહાલ, સુરત, ભાવનગર, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં રાતભર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ રાતભર ધીમીધારે વરસાદ પડ્યો છે. અમદાવાદ
શહેરમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો છે. સુરતના રાંદેર, ઉધના, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકશો? આ ગાઈડલાઈનને ગાંઠ વાળીને યાદ કરી લો
પંચમહાલના ગોધરા, શહેરા, કાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણથી લોકોને રાહત મળી હતી. શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાતભર વરસાદી માહોલ રહ્યો હતો. ધીમી ધારે વરસાદ ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ કહેવાય છે. તેથી વરસાદ શરૂ થતાં ખેડૂતો પણ ખુશ ખુશાલ છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં રાત્રે વરસાદ વરસ્યો હતો.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ થયું છે. ઘોઘાના દરિયે લગાવાયુ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. આગાહીના પગલે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. ભાવનગરના ગારીયાધાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. તો બીજી તરફ, તાલુકામાં ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાઈ થયો હતો. વરસાદના પગલે જાળિયા ગામના ચેકડેમ નાળાઓ છલકાયા છે. તો વરસાદના કારણે જાળિયા ગામની બજારો પાણી પાણી થયા છે. ચેક ડેમ ભરાતા જાળિયા ગામના પાણીના પ્રશ્નનો પણ ઉકેલ આવશે.
ખેડા જિલ્લામાં રાત્રિ દરમ્યાન મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જિલ્લાના 10 તાલુકાઓમા વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો, કઠલાલમાં 3.25 ઈંચ, કપડવંજમાં 4.25 ઈંચ, ખેડામાં 3 ઈંચ, ગળતેશ્વરમાં 0.5 ઈંચ, ઠાસરામાં 1 ઈંચ, નડિયાદમાં 3 ઈંચ, મહુધામાં 4 ઈંચ, મહેમદાબાદમાં 4 ઈંચ, માતરમાં 3.5 ઈંચ તથા વશોમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર