Gujarat Weather Forecast : અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે બપોર બાદ હવે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. જેથી અમદાવાદીઓમાં હરખની હેલી ફેલાઈ છે. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ શરૂ થઈ હતી. તો અચાનક આવી પડેલા વરસાદને કારણે એસજી હાઈવે પર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં ક્યાં આગાહી 
હવામાન વિભાગ દ્વારા ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 



  • આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી 

  • સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમા અતિભારે વરસાદની આગાહી 

  • જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, બોટાદમાં અતિભારે વરસાદની આગાહી

  • બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી 

  • ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદમા ભારે વરસાદની આગાહી 

  • પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ કચ્છમા ભારે વરસાદની આગાહી 

  • દ્વારકા ,મોરબી ,જામનગર ,રાજકોટમાં ભારે વરસાદની આગાહી 

  • આવતીકાલે પંચમહાલ ,દાહોદ ,છોટાઉદેપુર ,નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલીમા ભારે વરસાસની આગાહી 

  • જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, અને દીવમાં ભારે વરસાદની આગાહી


જુનાગઢમાં ભારે વરસાદ
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે. મધુરમ, ટીમ્બાવાડી, ગાંધી ચોક, આઝાદ ચોક, કાળવા ચોક, ઝાંઝરડા ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. વરસાદના આગમનથી લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે. વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ. 


એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત, પરિવાર પર આભ તૂટ્યું


છોટાઉદેપુરમાં વરસાદ 
પાવી જેતપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. પાવી જેતપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લી 15 મિનિટથી ધોધમાર વરસાદ ચાલુ છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતા લોકો હરખાયા છે. 


ખેડામાં સર્વત્ર વરસાદ 
ખેડા જિલ્લાના નડિયાદમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. નડિયાદ સહિત આપસાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. નડિયાદ સહિત પીપલગ, ડુમરાલ, મિત્રાલ સહિત નડિયાદ તાલુકાના ગામડામાં વરસાદ નોંધાયો છે.


અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહી