રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાંસદામાં વરસાદ નોંધાયો
રાજ્ય વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે જગાવી છે.
અમદાવાદ: રાજ્ય વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે જગાવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થવાનું છે. ત્યારે 28 થી 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુમાં વાંચો:- ફેસબુક પર દેખવાડી છોકરીની પ્રોફાઇલ બનાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ
વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. સૌથી વધુ વરસાદ ધરમપુર તેમજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખાબક્યો છે. તો ઉપરવાસમાં પડી રહેલા વરસાદ પર જિલ્લા વહીવટી તંત્રની સતત નજર રાખી રહ્યું છે. વલસાડ ખાતે પુર જેવી સ્થિતિ સર્જાઈ તો તેના માટે એન્ડિયારેફની ટીમ પણ યથાવત રાખવામાં આવી છે. જિલ્લામાં ખેતી લાયક વરસાદ અને સાથે સાથે ગરમી અને બફારાથી લોકને રાહતનો અનુભવ થયો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં વલસાડમાં 39 મિમી, વાપીમાં 42 મિમી, પારડી 51 મિમી, ધરમપુરમાં 53 મિમી, કપરાડામાં 67 મિમી અને ઉમરગામમાં 28 મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે.
[[{"fid":"225721","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
વધુમાં વાંચો:- ગુજરાતમાં બાળક જન્મતાની સાથે જ 40 હજારનું દેવું લઇને જન્મે છે: કોંગ્રેસ
નવસારી જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે. ત્યારે ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકમાં ખાબક્યો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં નવસારીમાં 2.96 ઈંચ, જલાલપોરમાં 3.44 ઈંચ, ગણદેવીમાં 0.96 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ, વાંસદામાં 7.2 ઈંચ અને ખેરગામમાં 3.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લામાં લાંબા વિરામબાદ વરસાદ માહોલ જામ્યો છે. જિલ્લામાં વરસાદથી લોકોને ગરમીથી રહાત અનુભવી રહ્યાં છે. તો બીજી તરફ સાપુતારા ખાતે ઉમટેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આહવામાં નોંધાયો છે. જેમાં વધઇમાં 3.4 ઈંચ વરસાદ, આહવામાં 3.64 ઈંચ વરસાદ, સાપુતારામાં 1.48 ઈંચ વરસાદ અને સુબિર 1.88 ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુમાં વાંચો:- IAS પર આરોપ લગાવનારી મહિલાએ ઝી 24 કલાક પર કર્યો વિશેષ ખુલાસો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીનો આ સીઝનનો સરેરાશ 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં વરસાદની સાથે તેજ તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે.
જુઓ Live TV:-