ગુજરાતમાં બાળક જન્મતાની સાથે જ 40 હજારનું દેવું લઇને જન્મે છે: કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સતત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં જન્મતાની સાથે જ બાળક 40 હજારના દેવા સાથે જન્મે છે. માથાદીઠ દેવામાં દેશ ગુજરાતમાં પ્રથમ સ્થાને હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો. 

Updated By: Jul 24, 2019, 11:36 PM IST
ગુજરાતમાં બાળક જન્મતાની સાથે જ 40 હજારનું દેવું લઇને જન્મે છે: કોંગ્રેસ

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સતત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં જન્મતાની સાથે જ બાળક 40 હજારના દેવા સાથે જન્મે છે. માથાદીઠ દેવામાં દેશ ગુજરાતમાં પ્રથમ સ્થાને હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો. 

ગુજરાત ઉપર બાળક જન્મતાની સાથે ૪૦ હજારનું દેવું લઈને જન્મે છે તેવા કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપનો જવાબ આપતા પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની સારી પ્રતિષ્ઠા છે કે, દુનિયાભરમાંથી ગુજરાત સરકારને લોન આપવા માટે લોકો પડાપડી કરે છે ઓછા વ્યાજની લોન આપે છે.

ઝી 24 કલાક પર IAS પર આરોપ લગાવનારી મહિલાએ જાણો શું કર્યો વિશેષ ખુલાસો

જુઓ LIVE TV:

વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, છેલ્લા 14 વર્ષમાં રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ લીધો નથી. સીધા ખાતામાં રૂપિયા જમા કરવાથી સરકારના 108 રૂપિયા સીધા બચે છે. જ્યારે કોંગ્રેસની સરકારમાં પહેલા એક રૂપિયો મોકલો એના કરતા ઓછા માત્ર 15 પૈસા જ મળતા હતા. તથા વધુમાં તેમણે કહ્યું કે સરકાર રાજ્યના દેવાને ઘટાડવા માટે પ્રયતન્શીલ છે. રાજ્યમાં એક કરોડ સાડત્રીસ લાખ એકત્રીસ હજાર ગરીબોએ પ્રધાનમંત્રી જન-ધન યોજન અંતર્ગત બેંકમાં ખાતા ખોલાવ્યા છે. આ તમામ ખાતાઓમાં હાલ 4174 કરોડની રકમ જમા છે.