રાજકોટ : સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રના હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી છે. રાજકોટ, આટકોટ, ધોરાજી, અમરેલી, જુનાગઢ, જામનગર અને દ્વારકા સહિતનાં શહેરોમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. દ્વારકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જ નીચાણવાળા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા છે. દ્વારકાની બજારોમાં પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update : નવા 1118 દર્દી, 1140 દર્દી સાજા થયા 23 લોકોનાં મોત

જૂનાગઢ પંથકમાં વહેલી સવારથી જ 6 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જુનાગઢમાં 1 ઇંચ, કેશોદમાં 22 મિ.મિ અને મેંદરડામાં 20 મિ.મિ વરસાદ પડ્યો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને પણ ખુબ જ મુશ્કેલી પડી હતી. 


શું પીડિતોને મળશે ન્યાય? શ્રેય હોસ્પિટલ આગકાંડની તપાસ A ડિવિઝનના એસીપી મુકેશ પટેલ કરશે

આટકોટ અને ધોરાજીમાં પણ વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઇ સહિતના પાકને નવું જીવન મળ્યું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર