તાપી: મહારાષ્ટ્ર (Maharashtra) ના જલગાંવ જિલ્લામાં સ્થિત હથનુર ડેમ (Hatnur Dam) ના વોટરશેડના 9 વિસ્તારોમાં ગોપાલખેડા, લોહાર, દેડતલાઇ, ટેક્સા, ચિખલધરા અને બુરહાનપુરમાં ગત 24 કલાકમાં 325 વરસાદ ખાબક્યો છે. તેમાં ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. ગુરૂવારે 3 વાગે ડેમના તમામ 41 દરવાજા ખોલવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે હથનુર ડેમ 80,000 ક્યૂસેક પાણી છોડવાથી જલગાંવ, ધૂલિયા, નંદુબાર, તાપી (Tapi) અને સુરત (Surat) જિલ્લામાં તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો ચેતી જજો, વધુ લાલચ પડી શકે છે મોંઘી


1.30 લાખ ક્યૂસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં ભારે વરસાદથી હથનુર ડેમમાંથી 1.30 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. એટલે કે પાણી 24 કલકામાં ઉકાઇ ડેમમાં પહોંચશે. ડેમના અધિકારી સતર્ક થઇ ગયા છે. ઉકાઇ ડેમનું જળસ્તર 315.09 ફૂટ થઇ ગયું છે. હથનુર ડેમ (Hatnur Dam) ના તમામ 41 ગેટ ખોલતાં ઉકાઇના જળ્સ્તરમાં 1 થી 2 ફૂટનો વધારો થયો છે. હથનુર ડેમમાંથી શુક્રવારે બપોરે 1 વાગે સવા લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. 


ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube