અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4, 5 અને 6 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ આવી શકે છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ મોનસૂન સિસ્ટમ એક્ટિવ થઈ નથી. દેશના પશ્ચિમ વિભાગમાં અરબી સમુદ્ર વરસાદ લાવે તેવી કોઈ એક્ટિવિટી થઈ રહી નથી. હાલ સમુદ્રમાં થોડો ભેજ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તો દેશના ઉત્તર ભાગમાં લો-પ્રેશર બન્યું, તે છત્તીસગઢ-મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. વરસાદ માટે લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન જેવી સિસ્ટમ જરૂરી છે.


સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ 


હવામાન ખાતા પ્રમાણે લો-પ્રેશર મધ્ય, પશ્ચિમ તરફ આગળ વધશે. આ લો પ્રેશર મધ્ય અને પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં આગળ વધશે. જેથી 6થી 8 જુલાઈ સુધી અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube