AHMEDABAD માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 1 કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જેના અનુસંધાને અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અમદાવાદમાં તંત્રના તમામ દાવાઓ ધોવાઇ ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી. વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાઇ જતા અનેક સ્થળે વાહનોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઇ ગયા હતા.
અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જેના અનુસંધાને અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અમદાવાદમાં તંત્રના તમામ દાવાઓ ધોવાઇ ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી. વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાઇ જતા અનેક સ્થળે વાહનોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઇ ગયા હતા.
વરસાદના કારણે અખબારનગર અને મઠીખળી અંડરપાસ ભરાઇ જવાના કારણે તંત્ર દ્વારા બંન્ને અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે એક કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતા 8 વાગ્યા સુધીમાં જ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલડી,ગોતા, દુધેશ્વર અને વડોદરા સહિતનાં વિસ્તારોમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો મેમ્કો તરફ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
રથયાત્રાની પૂર્વસંધ્યાએ CM,Dy.CM જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન આરતી કર્યા
અત્રે ઉળ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સોમવારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, આણંદ, અમદાવાદ, સાંબરકાઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા અને ભરૂચ નર્મદામાં વરસાદ પડી શકે છે. આ આગાહીમાં મંગળવારે રાજ્યના સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube