અમરેલી : જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યા બાદ લાંબા સમયથી મેઘરાજા રિસાયા હતા. વરસાદ ખેંચાતા જિલ્લામાં થયેલા વાવેતર પર સંકટના વાદળો છવાયા હતા. તેવામાં ગઇકાલે અમરેલીના લીલીયા સહિતના જિલ્લાઓમાં સંકટના વાદળો છવાયા હતા. તેવામાં ગઇકાલે અમરેલીના લીલીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની અવિરત મહેરબાનીથી નદીનાથા છલકાયા હતા. જેના કારણે નદીઓ બેકાંઠે વહેતી થઇ હતી. નવા નીરની આવકના કારણે તમામ ચેકડેમ છલોછલ થયા હતા. જેથી ખેડૂતોને રાહત થઇ હતી. જ્યારે મુખ્ય ડેમની સપાટીમાં પણ વધારો થતા સામાન્ય નાગરિકોને પણ રાહત થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: ક્રાઈમ બ્રાન્ચે 27 વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી 5 શખ્સોની ધરપકડ કરી


શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થતા ગુરૂવારે અમરેલીના લીલીયામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઇ છે. તો બીજી તરફ સ્થાનિક ચેક ડેમ પણ છલોછલ થઇ ગયા છે. અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ અને ખેતીના પાકનું ચિત્રપલાટાઇ ચુક્યું છે. અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ગુમસુમ થઇ ગયેલા ખેડૂતના જીવમાં જીવ આવ્યો છે. ખેડુત દ્વારા ઉગાડવામાં આવેલો અને પાક અને ખેડૂત ફરી એકવાર લીલાછમ થઇ ચુક્યા છે. બંન્નેના જીવ બચી ગયા છે.


ક્રાઇમબ્રાંચે હત્યાના આરોપીઓ પકડ્યાં તો એવી ચોંકાવનારી કબુલાત કરી કે અધિકારીઓના આંખે અંધારા આવી ગયા


ગુરૂવારે રાત્રે અમરેલી શહેરમાં અનરાધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લીલીયા શહેરમાં સાંબેલાધાર વરસાદનાં કારણે શહેરમાંથી પસાર થતી નાવલી નદી બેકાંઠે થઇ ગઇ હતી. અત્રે નોંધનીય છે કે, લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ હતી. જો કે આ વરસાદે એકદમ નષ્ટપ્રાય થવા આવેલા પાકને જીવતદાન મળ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube