ક્રાઇમબ્રાંચે હત્યાના આરોપીઓ પકડ્યાં તો એવી ચોંકાવનારી કબુલાત કરી કે અધિકારીઓના આંખે અંધારા આવી ગયા

તાજેતરમાં જ અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટના આરોપીઓની ક્રાઈમબ્રાન્ચે ઘરપકડ કરી છે.

Updated By: Aug 20, 2021, 07:18 PM IST
ક્રાઇમબ્રાંચે હત્યાના આરોપીઓ પકડ્યાં તો એવી ચોંકાવનારી કબુલાત કરી કે અધિકારીઓના આંખે અંધારા આવી ગયા

મૌલિક ધામેચા / અમદાવાદ : તાજેતરમાં જ અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટના આરોપીઓની ક્રાઈમબ્રાન્ચે ઘરપકડ કરી છે. ઓડીસાથી હત્યા કરવાના ઈરાદે આ ગેંગના સાગરીતોને બોલાવવામાં આવ્યા હતા. જોકે હત્યા બાદ લૂંટ ગુનાને પણ અંજામ આપી ફરાર થઈ ગયેલી આ ગેંગ પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીઓના નામ છે. જીગ્નેશ ઉર્ફે બાદલ, મુકેશ ઉર્ફે માયા અને યુનુશ શેખની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી ભાવેશ અને રંજન મલિક પોલીસ પકડથી દુર છે. 

ગાડી પર POLICE, PRESS કે કંઇ પણ લખાણ હશે તો સમજો ગયા, પોલીસ પાણીનું પણ નહી પુછે અને...

મહત્વનુ છે કે, મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજા ઉત્તરપ્રદેશમાં પોલીસની સાથે બબાલમાં ઈજાગ્રસ્ત થયેલો છે. જે હાલ UP પોલીસના સંકજામાં આવી ગયો છે. તાજેતરમાં જ અમદાવાદના  અમરાઈવાડીમાં અવધેશ હરીચંદ્ર શાહની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજાને અવધેશ સાથે અંગત અદાવત હતી. જેને લઈને ભાવેશે રંજન મલિક, મુકેશ માયા બ્રીજાશ બાદલ સહિતના ઓારોપીઓને અંગત અદાવતનો બદલો દેવા માટે વાત કરી. જેને લઈ ભાવેશ અન્ય આરોપીઓએ સાથે મળીને અવધેશને 20 જેટલા ઘા મારી મોત ઘાટ ઉતારી દઈ હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સુરતમાં રમતા બાળકને ગાડી કચડીને જતી રહી, માસુમ બાળકની આંખો બે જીવનમાં રોશની લાવશે

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવેશ અને રંજન મલિક કચ્છની જેલમાં બંધ હતા. તે દરમિયાન ભાવેશ અને રંજનની મુલાકાત થઈ હતી. ભાવેશની અવધેશની સાથે માથાકુટ ચાલતી હતી તે બાબાતે રંજન સાથે વાત કરી હતી. રંજનએ મુળ ઓડિશા અને સુરતના રહેતા મુકેશ અને જીગ્નેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે વાત કરી ભાવેશની મદદ કરવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. આ તમામ આરોપીઓને ઘોડાસર પાસે ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા.

વડોદરા દુષ્કર્મ કેસમાં રાજનીતિ શરૂ : અલ્પેશ ઠાકોરે કહ્યું, મા-બેનની આબરૂ લૂંટાતી હોય તો ચૂપ નહિ બેસું

ત્યાર બાદ હત્યાના અંજામ આપી બરોડા જતા રહ્યા હતા, ત્યાર બાદ બીજા દિવસે ભાવશ અને માયાએ કાગડાપીઠમાં 16 લાખની લુંટ પણ કરી અને નારોલ ખાતે બાઈક બીન વારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયા હતા. મહત્વનુ છે કે આરોપી યુનિશ શેખએ જેલમાં બંધ અન્ય એક શખ્સમા કહેવાથી આ હથિયાર ભાવેશને આપેલુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહત્વનું છે કે, તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભાવેશનો કબજો મેળવવા UP પોલીસના સંપર્કમાં છે. ત્યારે મુખ્ય આરોપી પકડાયા બાદ વધુ ગુનાઓના ભેદ ઉકેલાઇ શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube