રાજકોટ : હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ વરસી રહ્યો છે. આજ સવારથી બપોર સુધી અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જામ્યો છે. બાબરા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ જસદણ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો હતો. સતત વરસાદના કારણે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન છે. મગફળીનો પાક તૈયાર થઇ ગયો હોવાથી સતત વરસાદ નુકસાન પહોંચાડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વચ્ચે ધંધા-રોજગારમાં મંદી, રાજ્યની આ ઇન્ડસ્ટ્રીમાં દિવસેને દિવસે વધી ડિમાન્ડ


બાબરા અને ખાંભા સહિત ગ્રામ્ય પંથકમાં સતત ચાર દિવસથી વરસાદ
બાબરા શહેરમાં ભારે વરસાદો અને રોડ પર પાણી ભરાયા હતા. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતો વરસાદ રહે તેવું ઇચ્છી રહ્યા છે. બાબરામાં કાલથી અત્યાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ખાંભામાં સતત ચોથા દિવસે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કપાસ, મગફળી અને તલ સહિતના પાક સંપુર્ણ નિષ્ફળ જાય તેવી ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. 


ભુજ: સગીરાને તેના પ્રેમીએ મળવા બોલાવીને કહ્યું તુ આવી જા મિત્રો સાથે મોજ કરીશું અને...

લાઠી અને વીરપુરમાં મેઘાડંબર
અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાઠીના આસોંદરા, ભીંગરાડ, હરિપર સહિતના તમામ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વીરપુર ધામમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સતત ચોથા દિવસે વીરપુરમાં વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. અસહ્ય બફારા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.


સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી

ધોધમાર વરસાદે માર્કેટિંગ યાર્ડને પાણીપાણી, રાજકોટમાં એક કલાકમાં ડોઢ ઇંચ
બપોરના ત્રણ વાગ્યા બાદ ગોંડલ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ગણતરીની મિનિટોમાં ગોંડલ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે નિચાણવાળા વિસ્તારો ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પણ પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. બગસરામાં 4 ઇંચ નોંધાયો હતો. રાજકોટમાં મોડી રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube