ઝી ન્યૂઝ/ગીરસોમનાથ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં નવસારી તો પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. સુત્રાપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેણા કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રાપાડામાં ધોધમાર 6 ઈંચથી વધુ વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુત્રાપાડા ફરી જળ બંબાકાર બન્યું છે. ખેતરો- રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે. સૂત્રાપાડામાં ભારે વરસાદથી કોડીનાર તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.


દ.ગુજરાતમાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં હવે ભારતીય વાયુસેના થયું સક્રિય, MI-17 હેલિકોપ્ટર રવાના


હવમાન વિભાગે ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે ભારે વરસાદ વરસ્યો છે. આજે સવારે જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી હોય તેમ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે 10 થી 12 બે કલાકમાં સુત્રાપાડા શહેર-પંથકમાં 104 મિમી એટલે 4 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે સુત્રાપાડામાં બપોરે 12થી 2 વાગ્યા સુધી વધુ 1 ઈંચ અને તાલાલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 


આ તો ટ્રેલર હતું! આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ


સરસ્વતી નદી ગાંડીતૂર બનતા માધુપુર જાંબુર ગામ જળબંબાકાર થયું છે. જેને લેઇને તાલાલા-આકોલવાડી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube