નવસારી સહિત દ.ગુજરાતમાં પૂરની સ્થિતિમાં IAF મદદે પહોંચ્યું, 28 લોકોનું રેસ્ક્યૂ

અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા છે અને એરલિફ્ટ થકી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હજુ ચાલુ છે. 

નવસારી સહિત દ.ગુજરાતમાં પૂરની સ્થિતિમાં IAF મદદે પહોંચ્યું, 28 લોકોનું રેસ્ક્યૂ

ઝી બ્યુરો/જામનગર: અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લામાં વહેણમાં ફસાયેલા નાગરિકોને ચોપર દ્વારા એરલિફ્ટ કરાયા છે. એરલિફ્ટ કામગીરી હજુ પણ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદની પરિસ્થિતિમાં હવે ભારતીય વાયુસેના સક્રિય થયું છે. નવસારી માટે અમદાવાદથી એક mi-17 હેલિકોપ્ટર પહોંચ્યા છે. અન્ય બે હેલિકોપ્ટર જામનગરથી અમદાવાદ થઈ નવસારી પહોંચ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની હાલત કપરી બની રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે, તેમની સૂચનથી ઈન્ડિયન આર્મીના હેલીકોપ્ટર દ્વારા 28 લોકોને બચાવાયા છે. બીજી બાજુ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિનો સીધો ચિતાર મેળવી રહ્યા છે અને જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં વરસાદની સ્થિતિ પર PM મોદી સીધી નજર રાખી રહ્યા છે. PM મોદી અને ગૃહમંત્રી શાહે તાત્કાલિક આદેશ આપ્યો છે. તાત્કાલીક અસરથી અમદાવાદ, જામનગર, દમણથી રેસ્ક્યૂ ટીમો મોકલાઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી છે. રાજ્યમાં ભારે વરસાદથી સ્થિતિ બાદ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અમદાવાદથી ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું છે. જામનગરથી પણ રેસ્ક્યૂ માટે 2 હેલિકોપ્ટર મોકલાયા છે. ભારતીય એરફોર્સે નવસારીના ગણદેવીમાં ફસાયેલા લોકોને બચાવી લીધા છે. બીજી બાજુ NDRF અને SDRFએ નવસારીમાં 250થી વધુ લોકોને બચાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 39,177 લોકોનું સ્થળાંતર કરાયું છે. 

— C R Paatil (@CRPaatil) July 14, 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિ નું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આજે ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા તેઓ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવસારી અને વલસાડ ના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ થી વાતચિત કરી જાણકારી મેળવી હતી.

— C R Paatil (@CRPaatil) July 14, 2022

ખાસ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવા, માર્ગો ખુલ્લા કરવા એનડીઆરએફની વધુ મદદ, હાઇવેની સ્થિતિ જેવી બાબતે તેમણે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ પંકજ કુમાર અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત હતા.

— ANI (@ANI) July 14, 2022

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સ્થળાંતર કરાયુ છે. કુલ 17,394 અસરગ્રસ્ત નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે.

— C R Paatil (@CRPaatil) July 14, 2022

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા છે અને એરલિફ્ટ થકી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હજુ ચાલુ છે. 

— C R Paatil (@CRPaatil) July 14, 2022

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૯,૧૭૭ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જે પૈકી કુલ ૧૭,૩૯૪ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે ૨૧,૨૪૩ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ ૫૭૦ નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચિખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.

રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૯ એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે ૧ ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે ૨૨ એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા ૫૭૦ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં તા. ૭ જુલાઇથી અત્યાર સુધીમાં ૪૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત ૪૭૭ પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી સલામતિના કારણોસર ૧૪૮ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત ૫,૪૬૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમા ૫,૪૨૬ ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાઈ છે. 

રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૨૭ સ્ટેટ હાઈવે, ૩૦ અન્ય માર્ગો અને ૫૫૯ પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી  પૂર્વવત થઈ જશે.

રાજ્યના નાગરિકોને અપીલ કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે. રાજ્યમાં વરસાદને પરિણામે તા.૭ જુલાઇથી અત્યાર સુધીમાં કાચા અને પાકા કુલ ૧૨૬ મકાનો સંપુર્ણ નુક્શાન પામ્યા છે અને ૧૯ ઝુંપડા સંપુર્ણ નુક્શાન પામ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય અપાશે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news