દાહોદ : દાહોદ શહેર સહિત જિલ્લામાં બીજી વખત વરસાદ પડ્યો છે. આખા જિલ્લામાં મોડી રાત્રે પણ વિજળીનાં કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો હતો. ઝાલોદ તાલુકામાં પાંચ અને ગરબાડા તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો. ઝાલોદ તાલુકાના જ મોટીહાંડી ગામમાં વાવાઝોડાને કારણે ખેડૂતોને ખુબ જ મોટુ નુકસાન થયું હતું. ઝાલોદમાં પાંચ અને ગરબાડા તાલુકામાં 2 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. ઝાલોદ તાલુકાના જ મોટીહાંડી ગામમાં વવાઝોડાને કારણે તારાજી સર્જાઇ હતી. લીમડી પંથકમાં અનેક વૃક્ષો પડી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: PM મોદીની જનતા પાસે સહયોગની અપીલ, જાહેર કર્યો પીએમ કેર ફંડનો એકાઉન્ટ નંબર
ગુરૂવારે મોડી રાત્રે વડોદરા શહેરમાં કારેલીબાગ, છાણી, વારસીયા સહિતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. નર્મદામાં ઠેરઠેર અનેક સ્થળો પર વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ઝગડીયા સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદના પગલે વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. સુરત શહેરમાં વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે વરસાદનાં કારણે સ્થિતી વધારે વણસી ચુકી છે.


નોઇડામાં સામે આવ્યા COVID-19ના 5 નવા કેસ, યુપીમાં Corona દર્દીઓની સંખ્યા 56 પહોંચી
ચૈત્ર મહિનાના આકરા તાપની જગ્યાએ ચોમાસાનો માહોલ સર્જાતા ન માગ્ર ખેડૂતો પરંતુ નાગરિકો પણ ચિંતામા મુકાયા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે પંચમહાલ અને મહિસાગરમાં ગુરૂવારે મોડી રાત્રે કડાકા ભડાકા અને વિજળીનાં ચમકારા સાથે વરસાદ પડતા ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube