Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં ફરી વરસાદી સિસ્ટમ મજબૂત થતા આ 20 ટકા વરસાદની ઘટ પણ પૂરાઈ જશે તેવુ લાગી રહ્યું છે.  આવામાં આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ લઈને આવશે. આ વિશે અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી આવી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે.તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે.


ગ્રાહક સાથે વાત કરતા કરતા યુવકને આવ્યો હાર્ટએટેક, આફ્રિકામાં ગુજરાતી યુવકનું મોત


આંકડામાં જોઈએ તો, ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ વરસ્યો હતો. તો 49 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધારે 117 ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં સૌથી વધુ 41 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં મહિના પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો...


જૂન મહિનામાં 9.56 ઈંચ વરસાદ વરસ્યો...
જુલાઈ મહિનામાં 17.66 ઈંચ વરસાદ વરસ્યો...
ઓગસ્ટ મહિનામાં માત્ર 1 ઈંચ વરસાદ વરસ્યો...
સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 1.52 ઈંચ વરસાદ વરસ્યો...
 


અમદાવાદને આજે નવા મેયર મળશે, આ વખતે ભાજપ સરપ્રાઈઝ આપશે કે પછી...


કયા જિલ્લામાં વરસાદની ઘટ છે તેના પર નજર કરીએ તો...
ગાંધીનગરમાં 41 ટકા વરસાદની ઘટ...
દાહોદમાં 41 ટકા વરસાદની ઘટ...
વડોદરામાં 33 ટકા વરસાદની ઘટ...
નર્મદામાં 30 ટકા વરસાદની ઘટ...
પંચમહાલમાં 28 ટકા વરસાદની ઘટ...
અરવલ્લીમાં 28 ટકા વરસાદની ઘટ...
અમદાવાદમાં 27 ટકા વરસાદની ઘટ...


કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે


ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો...
કચ્છ ઝોનમાં 29.94 ઈંચ વરસાદ વરસ્યો...
ઉત્તર ઝોનમાં 20.35 ઈંચ વરસાદ વરસ્યો...
પૂર્વ મધ્ય ઝોનમાં 23 ઈંચ વરસાદ વરસ્યો...
સૌરાષ્ટ્ર ઝોનમાં 31.49 ઈંચ વરસાદ વરસ્યો...
દક્ષિણ ઝોનમાં 41.67 ઈંચ વરસાદ વરસ્યો...
રાજ્યમાં સરેરાશ 29.76 ઈંચ વરસાદ વરસ્યો...


ગુજરાતના આ સ્થળે છે ભૂતોનો વાસ, એક વાર ભૂત જેવો મોટો આકાર ચાલતો જોવા મળ્યો હતો


કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો...
વલસાડમાં 87.40 ઈંચ વરસાદ...
નવસારી જિલ્લામાં 69.37 ઈંચ વરસાદ...
ડાંગ જિલ્લામાં 66.33 ઈંચ વરસાદ...
જૂનાગઢ જિલ્લામાં 58.46 ઈંચ વરસાદ...
ગીર સોમનાથમાં 51.10 ઈંચ વરસાદ...


અમદાવાદનું કલાકાર દંપતી તમને મનગમતી ગણેશ મૂર્તિ બનાવી આપે છે, એ પણ ઈકો ફ્રેન્ડલી


કયા જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ તેની વાત કરીએ તો...
જૂનાગઢમાં 153.42 ટકા વરસાદ...
કચ્છમાં 136.69 ટકા વરસાદ...
ગીર સોમનાથમાં 132.41 ટકા વરસાદ...
રાજકોટમાં 114.87 ટકા વરસાદ....
જામનગરમાં 112.15 ટકા વરસાદ...
ભાવનગરમાં 106 ટકા વરસાદ....
દેવભૂમિ દ્વારકામાં 110 ટકા વરસાદ...
પોરબંદરમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે...