એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો લાભ
PM Internship Scheme 2024: ઇન્ટર્ન્સની પ્રથમ બેચ 2 ડિસેમ્બર, 2024 ના રોજ શરૂ થવાની આશા છે. ઇન્ટર્નશિપ 12 મહિના સુધી ચાલશે. આ યોજના પાછળ 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
Trending Photos
PM Internship Scheme Apply: PM મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક PM ઈન્ટર્નશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે ઇન્ટર્નશિપ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આજે અમે તમને જણાવીએ છીએ કે PM ઈન્ટર્નશિપ સ્કીમ શું છે અને આ સ્કીમ દ્વારા યુવાનો કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ યોજના મતે પાંચ વર્ષના સમયગાળામાં એક કરોડ યુવાનોને લાભ મળશે. ટોચની 500 કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશિપ પૂરી પાડવામાં આવશે, જ્યાં તેમને દર મહિને રૂ. 5,000નું ઇન્ટર્નશિપ ભથ્થું આપવામાં આવશે. પસંદ કરાયેલા પ્રતિભાગીઓને સરકાર તરફથી 4,500 રૂ. માસિકનું સ્ટાઇપેન્ડ મળશે, જ્યારે કંપનીઓ દ્વારા વધારાના રૂ. 500 આપવામાં આવશે.
શું છે પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજનાની પાત્રતા?
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમનો લાભ મેળવવા માટે યુવાનો સત્તાવાર પોર્ટલ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ યોજના માટે ઉમેદવારોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે, તેમની વય મર્યાદા 21 થી 24 વર્ષની હોવી જોઈએ. આ સિવાય તે ફુલ ટાઈમ જોબ પણ ના કરવા જોઈએ. જો ઉમેદવારના પરિવારની કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી હોય તો તે પણ પાત્ર નહીં ગણાય. ઉપરાંત IIT, IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી અભ્યાસ કરતા લોકો પણ આ યોજના માટે પાત્ર નહીં હોય.
આ યોજના હેઠળ 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવશે. ઇન્ટર્નશિપ પ્રોગ્રામ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે, જેમાં પાંચ વર્ષના ગાળામાં 1 કરોડ યુવાનોને તાલીમ આપવાનો ઉદ્દેશ્ય છે.
12 ઓક્ટોબરથી શરૂ થશે રજીસ્ટ્રેશન
ઇન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન ઓક્ટોબર 12 થી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર 2024 સુધી ખુલ્લી રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને 27 ઓક્ટોબરથી 7 નવેમ્બર, 2024ની વચ્ચે આ વિશે જાણ કરવામાં આવશે અને કંપનીઓ 8 નવેમ્બરથી 15 નવેમ્બરની વચ્ચે ઑફર્સ જાહેર કરશે.
ઇન્ટર્ન્સની પ્રથમ બેચ 2 ડિસેમ્બર, 2024 ના રોજ શરૂ થવાની ધારણા છે. ઇન્ટર્નશિપ 12 મહિના સુધી ચાલશે. આ યોજના પાછળ 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે