મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી
Severe Heatwave Alert In Gujarat : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીના પ્રકોપને કારણે એલર્ટ જાહેર કરાયું છે, હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે
Gujarat Weather : એપ્રિલ મહિનામાં ગયા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. એપ્રિલ મહિનામાં હીટવેવની સ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી. ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ તોડશે તેવી આગાહી છે. મે મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે. જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે, તેમ મે મહિનામાં આ વિસ્તારોમાં અતિથી ભારે હીટવેવની આગાહી છે. હીટવેવ બાબતે મેમહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે. આ કારણે સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થયને લઈને ચેતવણી જાહેર કરાઈ છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી તાપમાન, તો જ્યારે ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ છે.પોરબંદર, ભાવનગર, કચ્છ અને દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો હીટવેવની સામે હવામાન વિભાગે લોકોને સલાહ આપી કે, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું, અને આછા રંગના કપડા પહેરવા, તેમજ માથું ઢાંકવું.
રૂપાલા વિવાદ વચ્ચે જામનગરમાં પિક્ચર બદલાયું : ક્ષત્રિયોએ આપ્યું પૂનમ માડમને સમર્થન
- વલ્લભવિદ્યાનગર 40.5 ડિગ્રી
- ડીસા 38.8 ડિગ્રી
- વડોદરા 40 ડિગ્રી
- સુરત 39.2 ડિગ્રી
- વલસાડ 37.8 ડિગ્રી
- દમણ 35.8 ડિગ્રી
- ભુજ 39.5 ડિગ્રી
- નલિયા 38.8 ડિગ્રી
- કંડલા એરપોર્ટ 40.1 ડિગ્રી
- અમરેલી 41.3 ડિગ્રી
- ભાવનગર 39.9 ડિગ્રી
- દ્વારકા 32 ડિગ્રી
- ઓખા 35.6 ડિગ્રી
- પોરબંદર 36.4 ડિગ્રી
- રાજકોટ 40.8 ડિગ્રી
- વેરાવળ 32.8 ડિગ્રી
- દીવ 36 ડિગ્રી
- સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી
- મહુવા 39.4 ડિગ્રી
- કેશોદ 38.9 ડિગ્રી
મે મહિના માટે ઘાતક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યો
આંધી સાથે વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
કેસર કેરીનું ઘર ગણાતા તલાલામાં આવી મુહૂર્ત કેરી, જાણો કેટલા હજારમાં થયો પહેલો સોદો