Gujarat Weather Forecast : છેલ્લા 22 કલાકમાં ગુજરાતના 204 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કચ્છના રાપરમાં સૌથી વધુ પોણા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ગુજરાતામં સીનનો અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું યલો અલર્ટ છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે. આજે 4 જિલ્લાઓમાં વરસાદનું યલો અલર્ટ પર છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો અલર્ટ છે. અમદાવાદમાં આજે પણ વરસાદની હવામાનની આગાહી છે. આગામી ત્રણ કળકને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આ ત્રણ કલાકમાં કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે  કે, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, તાપી,દીવ, પંચમહાલ અરવલ્લી સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે વાત કરીએ તો કચ્છના રાપરમાં સૌથી વધુ પોણા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝનનો કુલ વરસાદ 100 ટકાને પાર પહોંચ્યો છે. ત્યારે પૂર પ્રભાવિત 9 જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 1079 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૦ અને SDRFની ૧૦ ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ ૫ ટીમ NDRFની અને SDRFની ૧૩ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


સુરતના સૌથી ધનિક ગણેશજી, 20 થી 25 કિલો સોના-ચાંદીના દાગીનાનો શણગાર કરાયો


20 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 


21 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આ દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.


મારી દીકરીને તેણે પછાડી પછાડીને મારી...! પાડોશી મહિલાએ લિફ્ટમાં બાળકીને ઢીંબી નાંખી, PHOTOs


હવામાન વિભાગની વરસાદની આગાહી અનુસાર, દક્ષિણ રાજસ્થાન સર્ક્યુલેશન પશ્ચિમ રાજસથાન આવ્યું છે. જેને કારણે કચ્છ અને મોરબીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી છે. તો દ્વારકા પોરબંદર, જામનગર, રાજકોટ, અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાઠામાં ભારે વરસાદની આગાહી છે. આજે બુધવારે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. કચ્છ અને મોરબીમાં આજે આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢમાં આજે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. 
આવતીકાલે 20 સપ્ટેમ્બર નાં રોજ કચ્છ જામનગર, દ્વારકા  પોરબંદર માં યલો એલર્ટ


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો 114.80 ટકા, સૌરાષ્ટ્રમાં 117.38 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 94.27 ટકા, મધ્ય ગુજરાતમાં 94.56 ટકા તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 87.23 ટકા વરસાદ નોંધાયો છે.