સુરતના સૌથી ધનિક ગણેશજી, 20 થી 25 કિલો સોના-ચાંદીના દાગીનાનો શણગાર કરાયો

Ganesh Chaturthi ચેતન પટેલ/સુરત : સુરતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. ગારિયા શેરી દ્વારા ગણેશજીની પ્રતિમાનું અનાવરણ કરાયું. આ સાથે જ સુરતના સૌથી ધનિક ગણેશજીની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. અંદાજિત 20થી 25 કિલો સોના અને ચાંદીના દાગીનાનો શણગાર કરાયો છે. ગણપતિ બાપ્પા માટે મુગટ, બાજુબંધ, હાથ-પગમાં શણગાર કરવામાં આવ્યો છે. તો બાપ્પાને કેડમાં કંદોરો અને નવલખા હાર પહેરાવવામાં આવ્યો છે. 2 બાય 4 ફૂટની ચાંદીની પાન આકારની પ્રતિમા રખાઈ છે. જેમાં 1,50,000 ડાયમંડથી મૂર્તિ બનાવવામાં આવી છે. 7 કિલો ચાંદીના મૂષકરાજ વધારી રહ્યા છે આકર્ષણ. 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image