ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ તારીખથી મેઘરાજા ફરી એન્ટ્રી કરશે
Gujarat Weather Forecast : મેઘરાજાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર... આગામી 2થી 3 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના... આવતી કાલથી વરસાદની ગતિ વધવાની આગાહી
india meteorological department : ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે. હવામાન વિભાગે ખુશીના સમાચાર આપતી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર વરસાદનુ જોર જોવા મળશે. ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ થશે, ફરી મેઘરાજા ગુજરાતને ધમરોળળશે.
વરસાદને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં 2 થી 3 દિવસ વરસાદની સંભાવના છે. આજે રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. પરંતું આવતીકાલથી ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હડવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટોછવાયો અને ભારે વરસાદ રહી શકે છે.
વહુનું સેક્સ દુનિયાને પીરસનાર સસરા હોટલમાં કોલગર્લ બોલાવતા, બનાવ્યો હતો ખાસ રૂમ
તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેશે. હાલ સુધી રાજ્યમાં 29 ટકા વધુ વરસાદ સાથે રાજ્યમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ છે.
વિધાનસભાની બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, હવે આંકડો આવ્યો સામે
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમુક સ્થળોએ વરસાદ થઇ શકે છે. કાલથી વરસાદી ગતિવિધિ થોડી વધવાની સંભાવના છે. જ્યારે 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.
તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે.
સોમનાથ મંદિરમાં છુપાયેલો છે એવો ચમત્કારિક મણિ, જે પથ્થરને પણ સોનું બનાવે છે