વિધાનસભાની બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, હવે આંકડો આવ્યો સામે

Gujarat Elections : ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો હિસાબ આપ્યો છે. ચૂંટણી પંચને સોંપાવામાં આવેલ રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 2 અરબ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો

વિધાનસભાની બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, હવે આંકડો આવ્યો સામે

Gujarat BJP : વર્ષ 2022 ના અંતમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો હતો. વિરોધીઓને પરસ્ત કરીને ભાજપે 156 સીટ પર જીત મેળવી હતી. આ બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, જેનો હવે ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ગુજરાત ભાજપે કેટલા રૂપિયા ખર્ચ્યા તેનો આંકડો હવે સામે આવ્યો છે. એક રિપોર્ટમાં તેનો આંકડો આપવામાં આવ્યો છે. જે મુજબ, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો આખો રિપોર્ટ સોંપ્યો છે. 

ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો હિસાબ આપ્યો છે. ચૂંટણી પંચને સોંપાવામાં આવેલ રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 2 અરબ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો છે. ગુરુવારે ચૂંટણી આયોગે આ ખર્ચના રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. ભાજપે સામાન્ય પાર્ટી પ્રચાર અને ઉમેદવારો પર મળીને કુલ 209.97 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 

ક્યા ક્યાં ગયા રૂપિયા
ચૂંટણી પંચને આપવામાં આવેલ ખર્ચના રિપોર્ટમાં ભાજપે જણાવ્યું કે, તેણે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને લગભગ 41 કરોડ રૂપિયાનું વળતર કર્યું અને વિમાન તથા હેલિકોપ્ટરનો ઉપયોગ સહિત યાત્રા પર 15 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો હતો. પાર્ટીએ સામાન્ય પ્રચાર પર 160.62 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.

ભાજપની એકતરફી જીત
ભાજપે ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી હતી. પાર્ટીએ રાજ્યની 182 માંથી 156 સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. તો વિપક્ષી દળ કોંગ્રેસ માત્ર 17 સીટ પર જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. 

લોકસભા ચૂંટણી પર નજર
ભાજપ હાલ લોકસભા ચૂંટણીમાં જીત પર ફોકસ કરી રહ્યું છે. તે વિધાનસભાની જેમ લોકસભામાં પણ રેકોર્ડ તોડવા માંગશે. પાર્ટીએ 2014 અને 2019 માં પણ રાજ્યની તમામ લોકસભા સીટ પર જીત હાંસિલ કરી હતી. પાર્ટી 2024 માં પણ આ રેકોર્ડ યથાવત રાખવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news