Gujarat Weather Forecast : રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 204 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા 7 ઈંચ વરસાદ ખાબક્યો. તો વહેલી સવારે પાટણમાં ધમાકેદાર વરસાદ નોંધાયો. ગુજરાતના 13 તાલુકામાં 4 ઈંચથી પોણા 7 ઈંચ સુધી પડ્યો વરસાદ નોંધાયો. આ વચ્ચે આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી છે. આગામી 2 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર ભારે વરસાદની આગાહી છે. તો આણંદ, ખેડા, બોટાદ, અરવલ્લી, મહીસાગરમા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેશે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. તો ક્યાં ક્યાં એલર્ટ છે તે જોઈ લો....


  • પોરબંદર, દ્વારકા અને કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી 

  • બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ 

  • જામનગર, જૂનાગઢ, મોરબી અને, ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ 

  • અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી


આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. 


ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી


ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 


તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  


શહેરની મહિલા કરતા વધુ કમાય છે ગુજરાતના ગામડાની મહિલા, બની આત્મનિર્ભર


અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 


ઓગસ્ટ મહિનો આકરો જશે 
તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે.


જ્ઞાન સહાયકોની શરૂ થયેલી ભરતીમાં કરેલી આ એક ભૂલ ભારે પડશે, નહિ તો રિજેક્ટ થશે ફોર્મ