સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામી ગયો છે. રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રવેશ બાદ અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી છે. રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ બન્યો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ રેહશે
રાજ્યના હવામાન વિભાગની આગામી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દિવ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યસભાની રેસમાં કોણ રહેશે ને કોણ જશે? આ બે જુના જોગીઓ પર ભાજપ ફરી દાવ ખેલશે?


આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન નર્મદા, રાજકોટ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, જૂનાગઢ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube