અમદાવાદ:  આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21થી 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલનપુરના બિસ્માર રોડથી વાહન ચાલકો પરેશાન, નગરપાલિકાને ખાડા જ નથી દેખાતા

આ ઉપરાંત ખેડા, આણંદ અને દેવભુમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18થી 22 ઓગસ્ટે તમામ એલર્ટ રહેવા માટે અને જરૂરી આગોતરી તૈયારીઓ કરવા માટે પણ રાહત કમિશ્નર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ઇમરજન્સી સર્વિસિસનાં તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવા માટેની તજવીજ સરકાર દ્વારા હાથ ધરાઇ છે.


સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હીરા અને કાપડ યુનિટો નિયમ પાલન કરાવવા પ્રતિબદ્ધ

અત્રે ઉલ્લેખનીય છે કે, અધિક સચિવ હર્ષદ પટેલનાં અધ્યક્ષ સ્થાને વેધર વોચગ્રુપનો વેબીનાર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. રાહત કમિશ્નર હર્ષદ પટેલે વર્ચ્યુલ મિટિંગમાં હાજર અધિકારીઓને જણાવ્યું કે, આજે સવારે 6થી બપોરે 12 સુધીમાં 115 તાલુકાઓમાં વરાદ નોંધાયો છે. હાલ ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર તંત્ર ખડેપગે છે. કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તૈયારીઓ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર