રાજકોટ : સમગ્ર ગુજરાતમાં (Gujarat) વરસાદી (Monsoon) માહોલ છવાયો છે. વરસાદની સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) માં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે આગાહી ત્રણ દિવસમાં દરિયાના કાંઠાના (Costal Area) માં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં (IMD) વિભાગનાં અનુસાર દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત અમદાવાદ (Ahmedabad) સહિત અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: બે કલાકમાં એકથી ડોઢ ઇંચ વરસાદ પડતા જ રસ્તાઓ જળમગ્ન થયા


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઇ ચુકી છે. મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ વરી ચુક્યો છે. ભાવનગર, રાજકોટ, જામનગર, ગીરસોમનાથ અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા સહિતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડતા જગતનો તાત ખુશ જોવા મળી રહ્યો છે.


16-17 જુલાઈએ રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ડાંગ, આહ્વા, નવસારી, સહિતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ વરસી ચુક્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદનુંજોર વધારે રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube