16-17 જુલાઈએ રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે. આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે. આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી,સુરત, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતની દરિયા સીમમાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સૂચના છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે