ગાંધીનગર: રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના રીજીયન અને સૌરાષ્ટ્રના રીજીયનના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાર તારીખે બંગાળીની ખાડીમાં પ્રેશર એરિયા બનશે. જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થશે. આગામી 4,5,6,7, અને 8 ઓગસ્ટે વરસાદનું જોર વધશે. માછીમારોને 5 થી 7 તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 5 તારીખે ભારે વરસાદની આગાહી છે. 5 અને 6 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 7 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે 5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. આ કારણે 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનારા હવાના દબાણથી ગુજરાતના રિજીયનમાં વરસાદની રહેલી ઘટ ઓછી થશે. અત્યાર સુધી ગુજરાતમાં 43 ટકા વરસાદ ખાબક્યો છે. 


આ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના વધઇમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ ખાબક્યો છે.  જ્યારે નર્મદાના દેવ્યાપાડા, તાપીના દોલવાણ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા 4 થી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર