PM Modi Mother Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાના અવશાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે. 

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની અને માતા હીરાબા સાથેની યાદગાર તસવીરો , બા આર્શિવાદ લેવાનું ચૂકતા નહી PM
આ પણ વાંચો:  Heeraba Rare Interview: હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, 'નરેન્દ્ર એક દિવસ PM બનશે'
આ પણ વાંચો: એક મહારાજે પહેલા જ ભાખી દીધું હતું નરેન્દ્ર મોદીનું ભવિષ્ય, જાણો શું હતી ભવિષ્યવાણી


Live Updates: હીરાબાનું નિધન, સેક્ટર-30માં કરાશે અંતિમ સંસ્કાર, PM મોદીએ માતાના પાર્થિવ દેહને કાંધ આપી
આ પણ વાંચો: નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની આ ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube