પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ની ગેરરીતિનો મામલો ગત રોજ મળેલી કારોબારી બેઠકમાં ઉછળ્યો હતો. વર્ષ 2018 માં મેડિકલ (Medical) ની એફ.વાય MBBS ની પરીક્ષા માં ગેરરીતિ (Scam) થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ આ મામલે તપાસ સોપાઈ હતી. તેનો રિપોર્ટ કારોબારીમાં સોંપતા અને તેમાં ગેરરીતિ સામે આવી પણ ખરા. પરંતુ નિર્ણય માટે આજે ફરી કારોબારી બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો પરંતુ આજે અચાનક કુલપતિ દ્વારા કારોબારી મુલત્વી રાખવાનો આદેશ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થવા પામ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરણી સેનાએ રિવાબાના નિવેદનને વખોડ્યું, રિવાબા જાડેજાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા આપ્યું નિવેદન


યુનિ. ખાતે ગત રોજ  કારોબારીની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2018 માં એફ.વાય.MBBS ની માર્ચ - જૂન માસ માં લેવાનાર પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી અસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેરરીતિ તપાસ રિપોર્ટમાં બહાર આવવા પામી હતી. જે મામલે તાત્કાલિક નિર્ણય ન કરી આજે ફરી કારોબારીની બેઠક કુલપતિ દ્વારા બોલાવવામાં આવી હતી. પરંતુ આજે કુલપતિ દ્વારા અચાનક બેઠક અનિવાર્ય સંજોગોનું કારણ ધરીને બેઠક મુલતવી રાખવામાં આવતા કારોબારી સભ્યોમાં પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. તો કુલપતિ દ્વારા અચાનક આ પ્રકારનો આદેશ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક દોષીતોને છાવરવાના પ્રયત્નો થતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. 


વર્ષ 2018 માં એફ.વાય.MBBS ની માર્ચ - જૂન માસ માં  યુનિ. દ્વારા પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ જાહેર થયા બાદ 10 વિદ્યાર્થીઓએ રી - એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેરરીતિ થઈ હોવાની અરજી યુનિ.ના કારોબારી સભ્ય દ્વારા યુનિ.માં લેખીત અરજી કરવામાં આવતા તેની તપાસ માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જે સમિતિએ આજે કારોબારીમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. તેમાં 10 વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ફેરફાર થયા છે. 

Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'


તો ત્રણ વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી, પુનઃ મુલ્યાંક કરનાર નિરીક્ષકની સહી નથી. બ્લોક રિપોર્ટમાં અને ઉત્તરવાહી ઉપર કરેલ જુનિયર સુપરવાઈઝરની સહી જુદી પડે છે.  બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે. આમ આ પ્રકારે ગેરરીતિ થયા હોવાનું રિપોર્ટમાં સામે આવવા પામ્યું હતું. ત્યારે આ બાબતની રજુઆત સરકાર સુધી પહોંચતા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને આ કૌભાંડની તપાસ સોંપવામાં આવી છે. 


MBBS ના કૌભાંડ રી એસેસમેન્ટની પ્રક્રિયા દરમ્યાન જ આચરવામાં આવ્યું હોવાનું પણ તપાસ રિપોર્ટમાં બહાર આવવા પામ્યું છે. ત્યારે આજે MBBS ની રી એસેસમેન્ટ ની સીટ વાયરલ થતા હડકમ મચી જવા પામી છે. આ વાયરલ સીટમાં એન્ટોમી વિષયની ઉત્તરવાહીમાં ગુણમાં ફેરફાર કર્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સાથે આ રી એસેસમેન્ટની સીટમાં જે તે સમયના કેમેસ્ટ્રી વિભાગ ના હેડ અને રી એસેસમેન્ટ વિભાગના સંયોજક અને હાલના યુનિ. ના કુલપતિની સહી પણ જોવા મળી રહી છે. જે ક્યાંક ને ક્યાંક કુલપતિની સંડોવણી ની  શંકા ઉપજાવે તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube