Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'

1/7
image

અમદાવાદ : દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. આ શબ્દો છે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાના છે.  (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)

2/7
image

તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)

3/7
image

આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)

4/7
image

રિવાબા જાડેજાએ મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)

5/7
image

હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)

6/7
image

દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. રિવાબા જાડેજા રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ પણ છે. (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)

7/7
image

રિવાબા જાડેજાનો એક વાયરલ વીડિયો થયો છે જેમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી રહ્યાં છે. (ફાઇલ ફોટો: રિવાબા ફેસબુક)