Gujarati News : થોડા સમય પહેલા આવેલી કોરોનાની લહેરે આ સદીના લોકોને પહેલીવાર દવાની અછત બતાવી. બારેમાસ જે દવાઓ ઉપલબ્ધ રહેતી, તેના માટે લોકોને વલખા મારવા પડતા, અને પોતાના સ્વજનોને બચાવવા માટે દોડ લગાવી પડી. જો દવા ન મળે તો કોરોના મહામારીમાં કેટલાટ ટપોટપ મર્યાં છે. આવામાં ગુજરાતમાં ફરી એકવાર એક દવાની અછત સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લાં 6 મહિનાથી હિમોફિલિયાની દવા જ મળી નથી રહી. આ કારણે અનેક દર્દીઓ અટવાયા છે. જો સમયસર દવા નહિ મળે તો દર્દીઓ મોતને પણ ભેટી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં છેલ્લાં 6 મહિનાથી હિમોફિલાયની દર્દીઓ માટે વપરાતા ઈન્જેક્શનનો સ્ટોક ખૂટીપડ્યો છે. રાજ્યમાં હિમોફિલિયાના ભલે 6 હજાર દર્દીઓ હોય, પરંતું જો તેમને સમયસર ઈન્જેક્શન નહિ મળે તો તેમના જીવ પર જોમખ આવી શકે છે. 


ગુજરાત પર એક સાથે ત્રણ આફત : ઠંડી, ગરમી અને વરસાદ એકસાથે તૂટી પડશે તેવી ભયાનક આગાહી


આ દવાની અછત માટે સરકાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દવા માટે સરકારે પૂરતી ગ્રાન્ડ ફાળવી નથી, જેથી ગત વર્ષના જુલાઈ મહિનાથી હોસ્પિટલમાં દવાની તંગી વર્તાઈ રહી છે. સાથે જ મોટી વાત એ છે કે, આ દવા એર કાર્ગો દ્વારા ડેન્માર્કથી મંગાવવામાં આવે છે. તેથી જો આ દવાની અછત થઈ તો દર્દીને જલ્દી સારવાર મળી રહેવી પણ મુશ્કેલ છે. 


હાલ સરકારી હોસ્પિટલોમાં દવા ન મળવાથી દર્દીઓને નાછૂટકે પ્રાઈવેટ હોસ્પિટલોમાં રૂપિયા ખર્ચીને દવા લેવી પડી રહી છે. આ ઈન્જેક્શન બહુ જ મોંઘા હોય છે. જેની કિંમત 10 હજારથી લઈને 80 હજાર સુધીની હોય છે. 


ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી મોંઘી પડશે, એક નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા


હાલ સરકારી હોસ્પિટલોમાં હિમોફિલિયાનું એકમાત્ર સેન્ટર સોલા સિવિલમાં છે. જ્યાં હિમોફિલિયાના 100 જેટલા બાળકો સહિત 260 દર્દીઓ એ આશાએ બેઠા છે કે, તેમને જલ્દી ઈન્જેક્શન મળે. પરંતુ સરાકર દ્વારા દવા માટે રૂપિયા છુટ્ટા ન કરાતા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.  


હિમોફિલિયા એક એવી બીમારી છે, જે સંતાનોને જન્મજાત મળે છે. મોટા ઉઝરડા, સ્નાયુ સાંધામાં રક્તસ્ત્રાવ, કારણ વગર રક્તસ્ત્રાવ વગેરે આ બીમારીના લક્ષણો છે. 


ગુજરાતીએ જીત્યું બિગબોસ 17 નું ટાઈટલ : મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે છે જૂનો નાતો