જયેન્દ્ર ભોઇ/ગોધરા : લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે ઉક્તિને સાચી ઠેરવતો કિસ્સો પંચમહાલના મુખ્યમથક ગોધરાથી સામે આવ્યો છે. જ્યાં રદ્દ થયેલ ચલણી નોટોની હેરફેરા ફેરીમાં બે શિક્ષકો સહીત ૪ આરોપીઓને પોલીસે રૂપિયા ૪૮ લાખની વધારેની રદ્દ ચલણી નોટોની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અગાઉ પણ પંચમહાલથી બુદ્ધિજીવી ગણાતા વર્ગના લોકો આવી રદ્દ ચલણી નોટો સાથે ઝડપાયાના કિસ્સા સામે આવ્યા હતા, ત્યારે ફરી એક વખત શિક્ષકો પણ આવા જ પેતરામાં આબાદ ઝડપાઈ જતા શિક્ષક આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિલ્ટનના માલિકને રક્ષાબંધન વેકેશન લાખો રૂપિયામાં પડ્યું, તસ્કરોએ કરી લાખો રૂપિયાની ચોરી


રદ્દ થયેલ ચલણી નોટોની હેરાફેરીની પંચમહાલ એલસીબી પોલીસને મળેલી બાતમી આધારે પોલીસે ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ખેરોલ માતાજીના મંદિર જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન દાહોદના મુવાલીયા ગામનો રાકેશ મનસુખ ભુરિયા અને મોટી ખરજનો બદીયા વિરસિંગ મીનામા સ્કોર્પિયો ગાડીમાં 48,80,500 રૂપિયાની સરકારે બંધ કરેલી ચલણી નોટોના જથ્થા સાથે આવી પહોંચ્યા હતા. વેળાએ આ ચલણી નોટોનો સોદો કરવા માટે દાહોદ જિલ્લાના જ લીમખેડા તાલુકાના લુખાવાડા ગામના નિલેશભાઈ ફુલસિંગ પટેલ અને રંગીત નાથાભાઇ પટેલ બાઈક લઈ આજ સ્થળે આવી પહોંચ્યા હતા.  જેવો નોટો ભરેલો થેલો સ્કોર્પીઓ ગાડીમાં કાઢી આપવા જતા હતા ત્યાં જ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.


BJP ના દિગ્ગજ નેતાનો પૌત્ર લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાયો, ગુજરાત ભાજપમાં ખળભળાટ


પંચમહાલ એલસીબીએ 48.80 લાખની રદ થયેલી 500 અને એક હજારના દરની ચલણી નોટો સાથે ગોધરાના ગઢ ચુંદડીથી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝડપાયેલ નોટો જૂની બંધ કરાયેલી 500ના દરની 9169 અને એક હજારના દરની 296 ચલણી નોટો, સ્કોર્પિયો ગાડી અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નોટોનો સોદો કરવા માટે આવેલા અને પોલીસેના હાથે ઝડપાયેલા લીમખેડા તાલુકાના લુખાવાડા ગામના નિલેશભાઈ પટેલ અને રંગીતભાઈ પટેલ એ બંને સરકારી શાળા ના શિક્ષકો છે.


મહામારીમાં પણ અડીખમ સુરત : હીરા વેપારીઓએ હાથમાં આવેલી મોટી તક ઝડપી લીધી


ઉલ્લેખનીય છે કે, સરકારે બંધ કરેલી ચલણી નોટો સાથે પંચમહાલ જીલ્લામાં ભૂતકાળમાં પણ કેટલાક બુદ્ધિજીવી અને શિક્ષત કહી શકાય તેવા વર્ગના વ્યક્તિઓ પણ ઝડપાયા હતા. અગાઉ પણ પંચમહાલ જિલ્લામાં હાલોલમાંથી વડોદરાના એક વકીલ અને ગોધરા નજીકથી ઘોઘમ્બા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પુત્ર સહિતના લોકો પણ આ પ્રકારે રદ થયેલી ચલણી નોટો સાથે ઝડપાયા હતા. રદ્દ થયેલ ચલણી નોટોનો ઉપયોગ તાંત્રિક વિધિના સહારે એકના ડબલ રૂપિયા મેળવવાની લાલચમાં આ પ્રકારની `પ્રવૃત્તિઓ કેટલાક વ્યક્તિઓ લાલચમાં આવી કરતાં હોય છે. આવી પ્રવુત્તિઓ મોટાભાગે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં મોટાપાયે ચાલતી હોય છે.


ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે


જો કે હાલના કિસ્સામાં તો સુત્રો દ્વારા જે માહિતી જાણવા મળી રહી છે તે ચોકાવનારી છે. કારણ કે આ રદ્દ થયેલ ચલણી નોટો તો ૧૦ ટકા લેખે સોદો થવા નો હતો તેવી વાત પણ સુત્રો પાસે થી મળી રહી છે.ગોધરા ના ગઢ ચુંદડી થી મળેલ રૂપિયા ૪૮.૮૦ લાખ ની જૂની બંધ કરાયેલી ચલણી નોટો લઈ તેના બદલામાં 10 ટકા રકમ એટલે કે રૂપિયા ૪ લાખ ૮૦ ની રકમ વર્તમાન ચલણી નોટો ના સ્વરૂપે આપી સોદો કરવા નો હતો.પરંતુ સોદો થાય તે પહેલા જ નોટો ના કારોબાર અને કિમીયા નો એલસીબી એ પર્દાફાશ કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપીઓ ની અટકાયત કરી અંગ જડતી કરતાં જૂની રદ કરેલી ચલણી નોટો, ચાર મોબાઈલ ફોન,સ્કોર્પિયો ગાડી અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ગોધરા તાલુકા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube