અમિત રાજપૂત/ અમદાવાદ: અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશનને હેરીટેજ લુક આપવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જયારે બીજી તરફ રેલવે સ્ટેશન પ્રાંગણમાં આવેલી હેરીટેજ ગેલેરી રેલવે તંત્ર રેલવે આધિકારીઓની બેદરકારીનાં લીધે મુલાકાતીઓની રાહ જોઈ રહી છે. એક નંબર પ્લેટફોર્મની બહારના ભાગમાં આવેલી હેરીટેજ ગેલેરી આવન- જાવન કરતા કોઈ મુસાફરોને ખબર જ ન પડે તેવી રીતે એક ખૂણામાં બનાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"201791","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RAilway-2.jpg","field_file_image_title_text[und][0][value]":"RAilway-2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RAilway-2.jpg","field_file_image_title_text[und][0][value]":"RAilway-2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"RAilway-2.jpg","title":"RAilway-2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


હેરીટેજ ગેલેરીમાં બ્રિટીશ શાસનના સમયની લાઈટ, ઘડિયાળ, રેલવે ટ્રેક, પત્રો, જુના સિગ્નલ સીસ્ટમ અને ડીઝલ એન્જીનની પ્રતિકૃતિ પણ મુકવામાં આવી છે. ગેલેરીમાં જયારે ઝી મીડિયાની ટીમે મુલાકાત લીધી ત્યારે માત્ર ઇન્ચાર્જ ના સિવાય કોઈ પણ ન હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરીટેજ લુક આપવા માટે યુદ્ધના ઘોરણે કામ ચાલી રહ્યું છે.