ચેતન પટેલ/સુરત: અલથાણ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય ફીઝીયોથેરાપીસ્ટને પરિણીત હોવા છતા લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરનાર એક સંતાનના પિતા વિરૂધ્ધ અલથાણ પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય હતી.જે બનાવમાં પોલોસે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ, જાણો કેવી રીતે બચાવી લાખો જિંદગીઓ....


આ વિશે મળતી માહિતી પ્રમાણે, અલથાણ વિસ્તારમાં રહેતી અને હોમ વિઝીટ થકી ફીઝીયોથેરાપીની પ્રેક્ટીસ કરતી પરપ્રાંતિય યુવતી વર્ષ 2021 માં ઘર નજીક રહેતા વિરેન્દ્ર અભેસીંગ પટેલ રસ્તામાં અટકાવી મારી વૃધ્ધ માતા બિમાર રહે છે અને ડોક્ટર તરીકે તમારી કોઇ જરૂર પડે તો તમને ફોન કરીશ એમ કહી મોબાઇલ નંબર લઇ મેળવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ નવસારી ખાતે કોલેજમાં મુકવાના બહાને ઉપરાંત ધરમપુર અને ડુમ્મસ ખાતે ફરવા લઇ ગયો હતો. 


ટીમ ઈન્ડિયાના આ ગુજ્જુ ખેલાડી આવતીકાલે વડોદરામાં કરશે લગ્ન, જાણો કોણ છે મંગેતર મેહા?


ધરમપુરમાં બંને કારમાં રોકાયા હતા ત્યારે વિરેન્દ્રએ જબરજસ્તી કીસ કરી હતી અને ડુમ્મસ સહિતના વિસ્તારમાં કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું. વિદેશમાં માસ્ટર ડિગ્રી માટે જવા ઇચ્છતી તબીબે પાસપોર્ટનું ઓનલાઇન ફોર્મ ભરવાના બહાને પોતાના ઘરે બોલાવી ત્યારે પણ બંને શરીરસંબંધ બાંધ્યા હતા. 


મિનરલ વોટર પીતા પહેલાં ચેતજો, નહીં તો નહીં બની શકો પિતા! આ રિપોર્ટ સાચો હશે તો...


જો કે વિરેન્દ્ર પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળતા મહિલા તબીબ ચોંકી ગઇ હતી. પરંતુ વિરેન્દ્રએ પોતે છુટાછેડા લેવાનો છે અને આપણે લગ્ન કરી ઓસ્ટ્રેલીયા ચાલ્યા જઇશું એવું કહી તેણીનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તબીબ મહિલાએ જયારે વિરેન્દ્રના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે જેની બહેન તરીકે ઓળખ આપી હતી તે તેની પત્ની અને ભાણેજ હોવાનું કહ્યું હતું તે તેની પુત્રી હતી. જેથી તબીબે વિરેન્દ્ર વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે વિરેન્દ્રની ધરપકડ કરી હતી.