Canada News : વર્ષોથી ગુજરાતીઓનું એક જ સપનુ રહ્યું છે વિદેશમાં વસવું અને ડોલરમાં કમાણી કરવી. વિદેશમાં સેટલ્ડ થયેલા ગુજરાતીઓને હંમેશા માનપાનની નજરે જોવામાં આવે છે. કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સેટલ્ડ થવુ એ દર બીજા ગુજરાતીનું ખ્વાબ હોય છે. પરંતું હવે આ ખ્વાબ ચકનાચૂર થઈ રહ્યું છે. એક નવો રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો વિદેશ જવાને બદલે વિદેશથી પરત ભારત આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષમાં સિનારીયો બદલાયો 
થોડા વર્ષો પહેલા તમે શાહરૂખ ખાનની સ્વદેશ ફિલ્મ જોઈ હતી. જેમાં તે નાસામાં નોકરી છતા પોતાના લોકો વચ્ચે આવીને ભારતમાં વસવાનું પસંદ કરે છે. આ ફિલ્મ હવે વિદેશમાં રહેતા લાખો લોકો માટે પ્રેરણારૂપ બની છે. વિઝા અને પીઆર મળ્યા બાદ પણ હવે વિદેશથી લોકો ભારત પરત આવી રહ્યાં છે. આ માટે તેઓ વિદેશની હાઈફાઈ લાઈફ જતી કરવા પણ તૈયાર છે. ડોલરને બદલે રૂપિયામાં કમાણી કરવા તૈયાર થયા છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં આ સિનારીયો બદલાયો છે એ ચોક્કસ છે. 


હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ


ગોલ્ડન વિઝા ધારકોનું રિવર્સ માઈગ્રેશન
ખાસ કરીને ગોલ્ડન વિઝા ધારકોનું મોટું માઈગ્રેશન જોવા મળી રહ્યું છે. તે માટે પહેલા સમજી લો કે ગોલ્ડન વિઝા શું છે. કરોડોનું રોકાણ કરવાની ક્ષમતા ધરાવતા લોકો વિદેશમાં પોતાનો બિઝનેસ સ્થાપવા અને ઉચ્ચ ક્વોલિટીના જીવનધોરણ માટે ગોલ્ડન વિઝા મેળવતા હોય છે. આ ધનિક વર્ગ પણ હવે ભારત પરત ફરવા માંગે છે. હેન્લી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ પ્રમાણે ગોલ્ડન વિઝાધારકોએ રિવર્સ માઈગ્રેશન કર્યું હોય તેની સંખ્યામાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. 2024માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે કારણ કે ઘણા દેશો પોતાના નાગરિકોને પરત આવવા માટે ઈન્સેન્ટિવ આપે છે.


કેનેડામાં સ્ટુડન્ટ વિઝાની અરજી કરનારા ઘટ્યા
આ અમે નહિ આંકડા કહે છે કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા છેલ્લા ઘણા સમયથી હોટ ફેવરિટ દેશ બન્યો છે. જોકે, તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન કેનેડા માટે સ્ટુડન્ટ વિઝા લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કેનેડામાં સ્ટડી પરમિટ લેવા માટે આવતી નવી અરજીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.


કેનેડાએ સ્ટુડન્ટ વિઝાની પેટર્ન બદલી, નવા વર્ષે અરજી કરવા કામમાં નહિ આવે આ ફોર્મ


કેનેડા છોડીને જઈ રહ્યા છે હજારો લોકો
રોયટર્સ એજન્સીના રિપોર્ટ મુજબ કેનેડામાં હવે રહેવું અને જીવનનિર્વાહ કરવો મોંઘું પડી ર હ્યું છે. વધતી વસ્તીની સરખામણીમાં રહેણાંક મકાનોની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાં ઘરોના ભાડા ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એ છે કે જેટલી લોકોની કમાણી છે તેનો 30 ટકા ભાગ તો ફક્ત મકાનના ભાડા ચૂકવવામાં જાય છે. જેના કારણે તેમની કમર તૂટી રહી છે અને તેઓ હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે. 


રિવર્સ માઈગ્રેશનના કારણો શુ હોઈ શકે 
રિવર્સ માઈગ્રેશનના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, ભારતમાં હવે લાઈફસ્ટાઈલ ઉંચી થઈ છે. સાથે જ વિદેશ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે, જેની સામે ભારતમાં કમાણીના સ્ત્રોત અને લોકોની આવકનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે લોકોને વિદેશના ડોલરની કમાણીનો મોહ નથી રહ્યો. ઉપરથી વિદેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં પરિવારનો સપોર્ટ પણ મળતો નથી. વિદેશમા અનેક લોકો એકલા પડી ગયાનું અનુભવે છે. જ્યારે દેશમાં મુસીબત આવતા સમાજ પણ હાથ ઝાલી લે છે. આવા અનેક કારણો છે જેને કારણે હવે ભારતીય યુવાધન વિદેશનો મોહ છોડી રહ્યો છે. આ ઉપરાંત બીજા કારણોની વાત કરીએ તો, વિદેશ ગયા પછી ઘણા લોકો નવા કલ્ચરમાં સેટ નથી થઈ શકતા.


તમારી ઉંમર પૂરી થઈ જશે, પરંતુ સરકારી નોકરી નહિ મળે : કારણ ગુજરાત સરકારની દાનત જ નથી