આશ્કા જાની, અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવી ગઈ છે. રાજ્યમાં મંગળવારે રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા હતા. મંગળવારે 17 હજાર 119 કેસ નોંધાયા હતા. આ કોરોના સંક્રમણ આવ્યા બાદ ગુજરાતમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ દરમિયાન 10 લોકોના મૃત્યુ પણ થયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે પ્રતિબંધો પણ લગાવ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને હાઈકોર્ટ ચિંતિત
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરે કહેર મચાવ્યો છે. મંગળવારે રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા બાદ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. હવે ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં જોવા મળેલી ગંભીર સ્થિતિ વખતે હાઈકોર્ટે અનેકવાર સરકારને ફટકાર લગાવી હતી.


આ પણ વાંચો- રાજ્યના વરિષ્ઠ નાગરિકો મુશ્કેલીના સમયે આ નંબર પર કરે ફોન, સરકારે લોન્ચ કરી હેલ્પલાઇન


ચીફ જસ્ટિસ કરશે બેઠક
રાજ્યમાં કોરોનાની સ્થિતિ જાણવા માટે અને સરકાર દ્વારા શું પગલા લેવામાં આવી રહ્યાં છે તે જાણવા માટે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે બેઠક કરશે. ચીફ જસ્ટિસ આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ, હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા, ઓક્સીજન સહિત અન્ય વસ્તુ પર માહિતી મેળવશે. મહત્વનું છે કે આ પહેલાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ કરવાની સૂચના આપી હતી. 


રાજ્યમાં ત્રીજી લહેર
ગુજરાતમાં મંગળવારે રેકોર્ડ કેસ સામે આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાજ્યના 33 જિલ્લામાં કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં એક્ટિવ કેસ પણ 80 હજારને નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10174 લોકોના મૃત્યુ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube