અમદાવાદમાં વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો
વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. ચેરિટી કમિશ્નરનાં આદેશ સામે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વી.એસ સંકુલને તોડવા મુદ્દે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ અંગે વધારે સુનાવણી 20 ડિસમ્બરે હાથ ધરવામાં આવશે. જો કે તે દરમિયાન સ્થિતી યથાવત્ત રીતે જાળવી રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
આશ્કા જાની/અમદાવાદ: વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. ચેરિટી કમિશ્નરનાં આદેશ સામે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વી.એસ સંકુલને તોડવા મુદ્દે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ અંગે વધારે સુનાવણી 20 ડિસમ્બરે હાથ ધરવામાં આવશે. જો કે તે દરમિયાન સ્થિતી યથાવત્ત રીતે જાળવી રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
Big Breaking: SITના અહેવાલ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી
આ અંગે 14 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતા દિનેશ શર્માએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીના આશીર્વાદ અને સરદાર વલ્લભભાઇ પટેલનાં પ્રયાસોથી 13 ડિસેમ્બર 1931માં વી.એસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઇ પટેલનાં હસ્તે 120 બેડની વી.એસ હોસ્પિટલ અને ચીનોઇ પ્રસુતિ ગૃહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ 90 વર્ષોથી શહેરના મધ્ય અને ગરીબ વર્ગના લોકોની વિનામુલ્યે સારવાર થતી હતી, પણ છેલ્લા 10 મહિનાથી ભાજપના શાસકો દ્વારા વી.એસ હોસ્પિટલ બંધ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેનો અમે સતત વિરોધ કરી રહ્યા છીએ.
સુરતના CNG પંપ પર સ્કુલવાનમાં આગ: ડ્રાઇવર ભાગી ગયો, પંપના કર્મચારીએ બુઝાવી આગ
પોરબંદરમાં 3 વર્ષની બાળકીએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું અને તેનાં જ ટાયર નીચે કચડાતા મોત
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, જૂની હોસ્પિટલમાં ડોક્ટર પણ નથી. પેરા મેડિકલ સ્ટાફાં નામે માત્ર એકાદ બે લોકો હોય છે. કોઇ પણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. માત્ર નામ પુરતા દર્દીને દાખલ કરવામાં આવે છે અથવા તો બાજુની હોસ્પિટલમાં જતા રહેવા માટે જણાવીને ગેરમાર્ગે દોરવામાં આવે છે. બેડ પણ ખસેડી લેવામાં આવ્યા છે. તબક્કાવાર જૂના બિલ્ડીંગને પણ તોડવામાં આવી રહ્યું છે. 500 બેડનો દાવો છે પરંતુ 50 બેડ પણ કાર્યરત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube