પોરબંદરમાં 3 વર્ષની બાળકીએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું અને તેનાં જ ટાયર નીચે કચડાતા મોત

પોરબંદર તાલુકાનાં કુંછડી ગામે એક બાળકીએ રમત રમતમાં ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર ગીયરમાં હોવાથી ઝડકો ખાઇ ગયું હતું. જેથી ઝટકો આવતા બાળકી નીચે પટકાઇ હતી અને ટાયર નીચે આવી જતા તેનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાથી પરિવાર શોકસંતપ્ત બન્યો છે. આ ઉપરાંત ગામમાં પણ ચકચાર મચી જવા પામી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. 

પોરબંદરમાં 3 વર્ષની બાળકીએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું અને તેનાં જ ટાયર નીચે કચડાતા મોત

પોરબંદર : પોરબંદર તાલુકાનાં કુંછડી ગામે એક બાળકીએ રમત રમતમાં ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર ગીયરમાં હોવાથી ઝડકો ખાઇ ગયું હતું. જેથી ઝટકો આવતા બાળકી નીચે પટકાઇ હતી અને ટાયર નીચે આવી જતા તેનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાથી પરિવાર શોકસંતપ્ત બન્યો છે. આ ઉપરાંત ગામમાં પણ ચકચાર મચી જવા પામી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. 

શામળાજી નજીક ગામલોકોનાં ચક્કાજામથી 8 કિલોમીટર લાંબો જામ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોરબંદરના કુંછડી ગામે વાડી વિસ્તારમાં નાગજણ કુછડીયા પરિવાર સાથે રહે છે. તેમની 3 વર્ષની પુત્રી વિરલ કુછડીયા ટ્રેક્ટરમાં રમી રહી હતી. ત્યારે અચાનક ચાવી ફેરવી દેતા ટ્રેક્ટર ઝટકા સાથે ચાલુ થઇ ગયું હતું. ઝટકાને કારણે હિરલ નીચે પટકાઇ ગઇ હતી. ટ્રેક્ટરનું પાછળનું ટાયર તેના પર ફરી ગયું હતું. ઘટનાં અંગે દાદાને જાણ થતા તેઓ તુરંત જ હિરલને લઇને પોરબંદર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ભાવસિંહ હોસ્પિટલ ખાતે હિરલને તાત્કાલીક લઇ જવાઇ હતી. 

ઉના : ખલાસીઓની નજર સામે 3 બોટ એકસાથે દરિયામાં ડૂબી, 3 માછીમારોના મૃતદેહ મળ્યાં
જો કે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીનાં પિતા ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં એક દિકરો અને દિકરી હિરલ છે. બંન્ને જુડવા છે. જો કે અચાનક આ પ્રકારની ઘટનાથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી છે. જ્યારે પરિવાર માથે તો જાણે આભ ફાટી પડ્યું છે. 3 વર્ષની બાળકીનું મોત થતા માતા સહિત પરિવારે હોસ્પિટલમાં રોકકળ કરી મુકી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news