અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રસપ્રદ પરંતુ ખુબ જ વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો સુનાવણી માટે આવ્યો હતો. જેમાં એક એક્ટિવિસ્ટ દ્વારા ઝેડ પ્લસ સિક્યુરિટીની માંગ કરવામાં આવતા હાઇકોર્ટ લાલઘુમ થઇ હતી. આ મામલે સુનાવણી કરતા અરજદાર સામે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રકારની વ્યર્થ અરજીઓ કરી કોર્ટનો સમય નહી બગાડવા માટે જણાવ્યું હતું. અરજદારની ઝાટકણી કાઢી હતી. અમદાવાદના એક્ટિવિસ્ટ અને પોતાની જાતને 'વ્હિસલ બ્લોઅર' ગણાવતા એક્ટિવિસ્ટ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના એક્ટિવિસ્ટે ગુજરાત હાઇકોર્ટમાં ઝેડ પ્લસ સિક્યુરિટીની માંગ કરી હતી. જેના પગલે હાઇકોર્ટે આકરુ વલણ અપનાવતા અરજદારની ઝાટકણી કાઢી હતી. કોર્ટનો સમય બરબાદ કરવા સંદર્ભે ટકોર કરી હતી. ઝેડ પ્લસ સિક્યુરિટીની માંગ સંદર્ભે કોર્ટે અરજદારને કહ્યું કે, 'શું તમે સ્વ-ખર્ચે ઝેડ પ્લસ સિક્યુરિટી લેવા માટે તૈયાર છો?, જેના જવાબમાં અરજદારે કહ્યું કે આર્થિક રીતે તે મને પરવડે તેમ નથી. અરજદાર દ્વારા અગાઉની કરેલી અરજીમાં સુધારો કરવા માટે પણ માંગ કરી હતી. આ અંગે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આદેશ આપ્યો કે, આગામી સુનાવણીમાં પૂરતા દસ્તાવેજો સાથે આવી દલીલ કરે'.


અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની જાતને 'વ્હિસલ બ્લોઅર ગણાવતા એક્ટિવિસ્ટ વર્ષ 2015થી હથિયારધારી પોલીસકર્મીનું રક્ષણ ધરાવે છે. આ આદેશ પણ હાઇકોર્ટ દ્વારા જ કરાયો હતો. આ હથિયારધારી પોલીસ કર્મચારી સરકારી ખર્ચે છે, તેમ છતાંય પોતાની તથા પરિવાર અને સંબંધીઓના જીવને જોખમ હોવાના દાવા સાથે ઉચ્ચકક્ષાની સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube