ફ્લેટમાં 96 કુંડામાં ગાંજો ઉગાડ્યો, ગુજરાતમાં 24 કલાક વીજળી મળતી હોવાથી ગાંજાના વાવેતર અમદાવાદની પસંદગી કરાઈ
Ahmedabad News : અમદાવાદના સરખેજમાંથી હાઇપ્રોફાઈલ ફલેટ માંથી ગાંજાનું વાવેતરના નેટવર્ક મામલે 3 આરોપીની ધરપકડ.... હાઇડ્રોપોનિક્સના પ્રકારના ગાંજાનું મળી આવ્યું વાવેતર.... 96 કુંડામાં ગાંજો ઉગડ્યો હતો... એમિનો એસિડ અંદર નાખવામાં આવતું જેથી જલ્દી ઉત્પાદન થતું... ઝારખંડના કનેક્શનને લઈને શરૂ કરાઇ તપાસ
highprofile cannabis lab ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના સરખેજમાં હાઈપ્રોફાઈલ ફ્લેટમાંથી ગાંજાની લેબ પકડાઈ છે. ગુજરાતમાં 24 કલાક વીજળી મળતી હોવાના કારણે ગાંજાનું વાવેતર અમદાવાદ કર્યું હતું. સરખેજ પોલીસે હાઈટેકનિક પદ્ધતિથી ઉગાડેલ ગાંજાના છોડના 96 કુંડા કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના એસપી રીંગ રોડ નજીક આવેલ ઓર્ચિડ લેગસી ફલેટમાંથી ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક યુવતી અને 2 યુવકો ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે 96 કુંડા કબ્જે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે આ ઘટનામાં 96 કુંડા કબ્જે કર્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા એક યુવતી અને 2 યુવકો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને જેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
ચમત્કારિક મહાદેવ મંદિર : શિવલિંગ પર પહેલુ ફુલ કોણ મૂકી જાય છે તે આજદિન સુધી નથી ખબર
સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરી હતી બાતમી મળતા પોલીસે અમદાવાદના સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ લેબ ઝડપાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 96 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. સરખેજના ઓર્ચિડ લેગસીના D2 ફલેટના 1501 અને 1502ના ફલેટમાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે. હાઇડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. ગાંજાના કુંડામાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું, જેથી જલ્દી ઉત્પાદન થતું. 96 કુંડામાં ગાંજો ઉગાડ્યો હતો. બંને ફલેટનું 35 હજારનું ભાડું હતું. ગાંજાના વાવેતર માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પરેચરનું આયોજન કર્યું હતું. 96 કુંડામાં 5 સેન્ટીમીટર જેટલા ઊંચા ગાંજાના છોડ ઉગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આખો લેબ અત્યાધુનિક અને ઓટોમેટિક રિમોટ પર ટેમ્પરેચર સેટ કરતી લેબ હતી.
સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી
આ ઘટનામાં ગાંજાનું બિયારણ ઝારખંડના ઉજ્જવલ મુરારકા આપ્યું હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ફલેટ ખાતેના લેબમાંથી રવિ પ્રકાશ મુરારકા, રિતિકા પ્રસાદ અને વીરેન મોદીની ધરપકડ કરી છે. આરોપી પૈકી ઉજ્જવલ મુરારકા અને રવિ પ્રકાશ મુરારકા બંને સગા ભાઈઓ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં ઉજ્જવલ મુરારકા એ એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરી ચુક્યો છે અને ગાંજાનું વાવેતર કરતા પહેલા શાકભાજી પર એક્સપરિમેન્ટ કર્યો હતો અને જેમાં સફળ ગયા બાદ ગાંજાનું પહેલું વાવેતર કર્યું હતું અને તેમાં પણ હજુ આ આ વાવેતર પ્રાયોગિક ધોરણે હતું તે પહેલા જ સરખેજ પોલીસે ઝડપી પડ્યું હતું.
ફફડાટ કે સન્માન! રિવાબાને શુભેચ્છા આપવા પૂનમબેન ખાસ ફ્લાઈટથી દિલ્હીથી જામનગર પહોચ્યા
સરખેજ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનું વેચાણ કરવા માટે ઉગાડયું હતું. દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરૂ કર્યું હતું. ફલેટમાં મોટા પાર્સલ આવ્યા હતા, જેથી સ્થાનિકોને શંકા ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા ગાંજાનું વાવેતર મળ્યું. ગુજરાતમાં આ પ્રકારે પહેલી વાર ગાંજાનું વાવેતર મળ્યું હતું. જેમાં મુખ્ય ઉજ્જવલ મુરારકા આરોપી ફરાર થઈ ગયો છે, જે મૂળ રાંચી ઝારખંડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક આરોપી રવિ પ્રકાશ મુરારકા CA હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે રવિવારે વહેલી સવારે 3 વાગ્યાથી રેડ શરૂ કરી હતી અને સોમવારે સવાર 5 વાગ્યા સુધી રેડ અને કાયદેસરની કાર્યવાહી ચાલી હતી.
વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, દર્શનવલ્લભ સ્વામીનું વિવાદિત નિવેદન