ચમત્કારિક મહાદેવ મંદિર : શિવલિંગ પર પહેલુ ફુલ કોણ મૂકી જાય છે તે આજદિન સુધી નથી ખબર

Dwarka News : શ્રાવણ મહિનામાં ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિરે લોકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે. દ્વારકાના ભાણવડ શહેરથી ખંભાળિયા હાઈવે પર આ મંદિર આવેલું છે.ત્રિવેણી સંગમ પર સ્થાપિત થયેલા આ મંદિરનો અનોખો મહિમા છે. આ મંદિર પાંડવો સ્થાપ્યું હોવાની અને ઈન્દ્ર રાજાએ પૂજા કરી હોવાની વાયકા છે. સાથે જ અહીં સવારથી પહેલી પૂજા કોણ કરે છે તે પણ રહસ્ય છે. કારણ કે સવારમાં અહીં હંમેશા તાજા ફૂલ ચડાવેલા હોય છે. ભક્તો ખાસ શ્રાવણ મહિનામાં અહીં દર્શન કરવા માટે આવે છે. શિવને રિઝવવા અહીં મહાપ્રસાદ અને પૂજાનું પણ આયોજન થાય છે.

1/15
image

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ શહેરથી ખંભાળિયા હાઈવે પર આવેલું અતિ પૌરાણિક ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પાંડવોએ બનાવેલું છે ઈન્દ્રેશ્વર મહાદેવની પેલી પૂજા કોણ કરે છે ક્યારે કરે છે તે કોઈ જાણતું નથી. પરંતુ કહેવાય કે, આ મંદિરમાં મહાદેવ અપૂજ રહેતા નથી અને શિવલિંગ ઉપર હંમેશા તાજું ફૂલ હોય છે. પવિત્ર શ્રાવણ માસના ઇન્દ્રેસ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવની મહાપૂજા કરવામાં આવે છે અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. 

2/15
image

ત્રણ ત્રણ નદીઓના પાણી વચ્ચે વિશાળ પટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જોવા અને જાણવા જેવું અતિ લોકપ્રિય છે. અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવનું ભવ્યતમ વિશાળ મંદિર જોવા અને જાણવા જેવું છે. જ્યાં પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે ત્રણ નદીઓનો સંગમ અને ગંધ્રટ્યું સ્મશાન અને ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર હોવાથી શ્રદ્ધા કર્મ માટે આસ્થાનું વિશિષ્ટ સ્થાન ધરાવતું આ પૌરાણિક મંદિર છે. જ્યાં વેરાડી વર્તુ, સોનમતી એમ ત્રણ ત્રણ નદીઓના સંગમ સ્થાને બ્રિજમાં શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરાઈ છે.

3/15
image

અહીં શિવલિંગની સ્થાપના અંગે બે બે વિભિન મતો છે. કહેવાય છે કે, ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થપના પાંડવોએ વનવાસ દરમિયાન કરી હતી. શિવ ભકત પાંડવોએ વનવાસ દરમિયાન સ્નાન કર્યા વિના શિવ પૂજા કેમ કરવી? જે બાબતેથી પાંડવો દ્વારા શિવ મંદિરો નદી ઝરણાંના તટ પર પર જ શિવલિંગની સ્થાપના કરી હતી. 

4/15
image

તો બીજી તરફ, પુરાણોમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ કાશી વિશ્વનાથ ઉજજૈન આદિ કુલ સાડા ત્રણ જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થપના કરવામાં આવી છે. તેની સ્થાપના ઇન્દ્રએ કરી છે, જે પુરાણ અનુસાર અડધું જાગતું સ્મશાન એટલે ત્રિવેણી કાંઠે આવેલું સ્મશાન પ્રથમ અભિષેક ઇન્દ્ર હીવાથી ઇન્દ્રસ્વર મહાદેવ જણાએ છે.

5/15
image

લોકવાયકા છે કે, યુગોથી આજ દિન સુધી એ જાણી શકાયુ નથી કે, અહીં મહાદેવની પ્રથમ પૂજા કોણ અને ક્યારે કરી જાય છે. જ્યારે પણ સવારે મહાદેવ મંદિર ખોલવામાં આવે છે ત્યારે શિવલિંગ પર તાજુ ફુલ જોવા મળે છે. આમ, આ એક ચમત્કારી મહાદેવ મંદિર છે. આ શિવ મંદિરના સંકુલમાં ગણપતિજી, હનુમાનજી,  કાળભેરવજી, બટુકભેરવજી, ગાયત્રીમાતાજી અને નાગ દેવતાનું મંદિર આવેલ છે અને જાગતી સમાધિ આવેલી છે. 

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image