સુરતમાં મોટી બબાલ, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે થોડી વારમાં આવશે નિલેશ કુંભાણીના ફોર્મ અંગેનો નિર્ણય
Nilesh Kumbhani : સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત્...ટેકેદાર પહોંચી ગયા હોવાનો કોંગ્રેસના ઉમેદવારનો દાવો....કોંગ્રેસના નેતાઓ કહે છે કે નથી પહોંચ્યા એક પણ ટેકેદાર....મતદાન પહેલા જ કોંગ્રેસનો થઈ ગયો ખેલ?....
Loksabha Election : સુરતમાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. સુરતમાં નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થવા મામલે હાઈવોલ્ટેજ ડ્રામા ગઈકાલથી ચાલી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સુરતની બેઠક હાલ સૌથી ચર્ચાનું કેન્દ્ર બની છે. બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે. ભાજપ અને કોંગ્રેસે પોતાની દલીલો રજૂ કરી છે. ત્યારે હવે નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈ નિર્ણય આવશે. કોંગ્રેસના ઉમેદવાર કહે છે કે ટકેદાર પહોંચી ગયા છે. પરંતું સત્ય એ છે કે હજુ સુધી એકપણ ટેકેદાર કલેક્ટર કચેરી પહોંચ્યા નથી. કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે ટેકેદાર નથી આવ્યા.
સળગતા સવાલ
- હવે નિલેશ કુંભાણીના ટેકેદાર આખરે ગયા ક્યાં?
- ટેકેદાર પહોંચી ગયા તેવો ખોટો દાવો કુંભાણીએ કર્યો?
- કુંભાણીના સગા જ હતા ટેકેદાર તો પછી કેમ કર્યો દગો?
- ટેકેદારે દગો કર્યો કે પછી કુંભાણી સામે જ શંકાની સોય?
- મતદાન પહેલા જ કોંગ્રેસ ગુમાવી દેશે સુરતની બેઠક?
- મતદાન થાય તે પહેલા જ શું ભાજપે કરી દીધો મોટો ખેલ?
ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે!! રૂપાલા બાદ ગુજરાતમાં નવી પોલિટિકલ ગેમ શરૂ
શું હતો મુદ્દો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે? નિલેશ કુંભાણીમાં ટેકેદાર બનનાર એક તો તેમના બનેવી રમેશ સાવલિયા જ હતા, તો આખરે એવુ તો શું થયું કે રમેશ સાવલિયા ફરી ગયા.
મહત્વનું છે કે કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ જ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. કેમ કે નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં જે ટેકેદારોએ સહી કરી હતી, એ જ ટેકેદારોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે આ સહી તેમની નથી. જેને લઈને આ વિવાદ શરૂ થયો છે. તો નિલેશ કુંભાણીની સાથે સાથે આ બેઠક પર કોંગ્રેસના ડમી ઉમેદવારોના ટેકેદારોની સહીને લઈને પર પણ સવાલ ઉઠ્યા છે.
દીવથી દારૂ પીને આવતા નશેડી કારચાલકે અકસ્માત સર્જ્યો, 7 લોકોને ઈજાગ્રસ્ત કર્યાં
પોલીસ સ્ટેશનમાં ગયો મામલો
કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ કર્યાનું જણાવ્યું છે. ત્યારે ઉમેદવાર દ્વારા પોતાના ટેકેદારોનું અપહરણ થયાનું રટણ હાલ તેઓ લગાવી રહ્યાં છે. ત્યારે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે નિલેશ કુંભાણી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે. જેથી સુરત કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આમ, ગુજરાત કોંગ્રેસ માટે આજનો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે. સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ પર લટકતી તલવાર છે. નિલેષ કુંભાણીને તેમના ટેકેદારોએ જ તેમને મોટો દગો આપ્યો છે. જેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદ્દના વિરોધમાં ત્રણ અરજી આપી હતી.
લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, બે પક્ષ વચ્ચે મહાટક્કર