હાઈકોર્ટે ભગા બારડની અરજી ફગાવતા હવે તલાલામાં પેટાચૂંટણી થશે
હાઈકોર્ટે ભગા બારડના ડિસક્વોલિફિકેશનનો ફેંસલો યથાવત રાખતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે તલાલા બેઠક પર 23 માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. હાઈકોર્ટે ભગા બારડની સજા પર કન્વીક્શન અને 2500નો દંડ યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 10મી માર્ચે તલાલા બેઠક પર પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું, ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું.
અમિત રાજપૂત/ અમદાવાદ :હાઈકોર્ટે ભગા બારડના ડિસક્વોલિફિકેશનનો ફેંસલો યથાવત રાખતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે તલાલા બેઠક પર 23 માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. હાઈકોર્ટે ભગા બારડની સજા પર કન્વીક્શન અને 2500નો દંડ યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 10મી માર્ચે તલાલા બેઠક પર પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું, ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું.
લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા મહત્વના સમાચાર માટે કરો ક્લિક
કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને ઉતાવળે સસ્પેન્ડ કરી દેવાના વિધાનસભાના સ્પીકરના નિર્ણયને પડકારતી રિટમાં હાઈકોર્ટના જસ્ટીસ એસ.આર.બ્રમભટ્ટ ખંડપીઠ રાજ્યની વિધાનસભા સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ફટકારી હતી. આ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં સરકાર અને ચૂંટણી પંચની રજૂઆતો પૂર્ણ થતા આજે ચુકાદો આવ્યો હતો. હાઈકોર્ટે ભગા બારડની સજા પરનો સ્ટે પણ યથાવત રાખ્યો છે. તેમજ ચૂંટણી પંચની પ્રોસેસની પણ યોગ્ય ગણાવી છે. ત્યારે હવે 23મી માર્ચના રોજ તલાલા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
ભાજપે 3 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, રાદડિયા પરિવારનું પત્તુ કપાયું
હાઈકોર્ટે નોંધ્યું કે, ચૂંટણી પંચે 10મી માર્ચે પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું. તેમજ વિધાનસભાના સ્પીકરે ઓર્ડર નહિ, પરંતુ ધારાસભ્ય ભગા બારડને ગેરલાયક ઠારવતો લેખિત જાહેરનામું બહાર પડ્યું હતું. કાયદા પ્રમાણે જ્યારથી સજા થાય ત્યારથી ગેરલાયક ગણવામાં આવે છે.
ત્યારે હવે કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. કારણ કે, એક તરફ ભગા બારડની સજા યથાવત રખાઈ છે. તો બીજી તરફ, કોંગ્રેસને તલાલ પેટાચૂંટણી માટે નવો ઉમેદવાર શોધવાની કવાયત કરવામાં આવશે.