અમદાવાદ: ભલે ગુજરાતમાં દારૂબંધી હોય અને ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય, તેમ છતાં ગુજરાતમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. અને તે પણ લીગલ એટલે કે કાયદામાં રહીને વેચાય છે. ગુજરાતમાં પરવાનાવાળી દારૂની 58 દુકાનો છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં 78.38 લાખ લીટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લીટર બીયરનું વેચાણ થયું છે. આ આંકડા સ્વયં રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજકોટ પહોંચ્યા સીએમ રૂપાણી, કહ્યું- ગુજરાતમાં સ્થપાશે સૈનિક શાળાઓ


એક સવાલના જવાબમાં વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 14 જિલ્લામાં 58 જેટલી પરવાનાવાળી લીકર શોપ છે. સૌથી વધુ લીકર શોપ અમદાવાદમાં 13 છે. તો જામનગરમાં 8, વડોદરામાં 7, સુરતમાં 5, ગાંધીનગર અને આણંદમાં 3 લીકર શોપ છે. શરાબની આ દુકાનોમાં વેંચાયેલી શરાબથી રાજ્ય સરકારને 66.47 કરોડની આવક થઈ છે.


વધુમાં વાંચો: મોડાસા હાઇવે પર નવસારીના જૈન પરિવારનો અકસ્માત, એકનું મોત


અમદાવાદમાં 2016-17માં 2.42 કરોડની આવક થઈ હતી, જે 2017-18માં થોડી ઘટીને 2.34 કરોડની થઈ ગઇ છે. સુરતમાં 2016-17ના વર્ષમાં દારૂનાં વેચાણ થકી 5 કરોડ 16 લાખની આવક થઈ હતી, જે 2017-18માં આ આંકડો સાડા પાંચ કરોડે પહોંચ્યો હતો. રાજકોટમાં 2016-17માં 1 કરોડ 87 લાખની આવક થઈ હતી, જે 2017-18માં 2 કરોડ 31 લાખની આવક થઈ હતી.


વધુમાં વાંચો: થરાદમાં લોક ડાયરામાં રાજભાના ગીતો પર લોકો ઝૂમ્યા, થયો રૂપિયાનો વરસાદ


ભરૂચમાં 2016-17માં સરકારને 2 કરોડ 29 લાખની આવક દારૂનાં વેંચાણથી થઈ હતી. જ્યારે 2017-18માં આ આંકડો 2 કરોડ 53 લાખ પર પહોંચ્યો હતો. હવે તમે જ વિચારો, ડ્રાય સ્ટેટ ગુજરાતનાં લોકો પરમિશન ધરાવતી દારૂની દુકાનોમાંથી જ વર્ષે કરોડોનો દારૂ પી જાય છે, તો જો ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તો વર્ષે કેટલા કરોડનો દારૂ પી જાય ગુજરાતીઓ.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...