ગુજરાતીઓને વિદેશ જવાનો ચસ્કો : બે વર્ષમાં પાસપોર્ટ ઈશ્યુ થવામાં સીધો 80 ટકાનો વધારો થયો
Passport Issue : ગુજરાતમાં 5 વર્ષમાં 35 લાખથી વધુ પાસપોર્ટ થયા ઈશ્યુ.... છેલ્લાં 1 વર્ષમાં 10 લાખ પાસપોર્ટ સાથે દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું.... તો 4 વર્ષમાં 22 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ જમા કરાવ્યો....
Indians Gave Up Citizenship : ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી વિદેશમાં સ્થાયી થવા, વિદેશમાં ફરવા જવાના પ્રમાણમાં વધારો થયો છે. જેના કારણે છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાંથી 35.13 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2023માં 10.21 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા છે. જેના કારણે ગુજરાત દેશમાં પાસપોર્ટ ઈશ્યુ કરવામાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા તેમાં કેરળ 15.47 લાખ સાથે સૌથી મોખરે છે. જ્યારે મહારાષ્ટ્રમાં 15.10 લાખ પાસપોર્ટ, ઉત્તર પ્રદેશમાં 13.68 લાખ પાસપોર્ટ, પંજાબમાં 11.94 લાખ પાસપોર્ટ, તમિલનાડુમાં 11.47 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં બે વર્ષમાં પાસપોર્ટ ઈસ્યૂ થવામાં 80%નો વધારો થયો છે, જે બતાવે છે કે ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાસપોર્ટ અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયના છે. આ વર્ષે સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10.21 લાખ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયું છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20 ટકાનો વધારો થયો છે.
ગુજરાતીઓ ફરીથી આકાશી આફત માટે તૈયાર રહેજો, આકાશમાં ફરી મંડરાયા વાદળો
ભારતનો પાસપોર્સ નબળો થયો
તો બીજી તરફ ખરાબ સમાચાર એ પણ છે કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતનો પાસપોર્ટ નબળો પડ્યો. ભારત રેન્કિંગમાં 5 સ્થાન નીચે 85માં સ્થાને પહોંચી ગયું છે. પાસપોર્ટ રેન્કિંગમાં પ્રથમ 5 સ્થાન પર યુરોપિયન દેશોનો દબદબો હજી પણ જળવાયેલો છે. વિકાસની હરણફાળ ભરતા ભારતનો પાસપોર્ટ રેન્કિંગમાં કેમ ઘટ્યો છે તે આશ્ચર્યની વાત છે.
ગુજરાતીઓને તો લોટરી લાગી, યુકે સરકારે ત્યાં સેટલ્ડ થવાની સોનેરી તક આપી
કેટલા લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું
છેલ્લાં પાચ વર્ષમા કેટલા ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું તેના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2018 માં 1.34 લાખ લોકો, વર્ષ 2019 માં 1.44 લાખ લોકો, વર્ષ 2020 માં 85,226 લોકોએ, વર્ષ 2021 માં 1.63 લાખ લોકો અને વર્ષ 2022 માં 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે.
હવે એ દેશોની વાત કરીએ જ્યાંની નાગરિકતા ભારતીયોએ મેળવી છે. 2018 થી 2022 દરમિયાન ભારતીયોએ અમેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું નાગરિકત્વ મેળવ્યું છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, જર્મનીની નાગરિકતા લેવામાં પણ ભારતીયોનો રસ વધી રહ્યો છે.
કેરીની રાહ જોનારાઓ માટે આવ્યા ખરાબ સમાચાર : આંબાવાડીની કેરીઓને હવામાનની થઈ મોટી અસર