Hillary Clinton In Gujarat મયુર સાંધી/સુરેન્દ્રનગર : અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ સુરેન્દ્રનગરના મહેમાન બન્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના કુડાના રણમાં અગરિયાઓ સાથે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને વાતચીત કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, રણના અગરિયાઓના વિકાસ માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ સમીક્ષા કરી અને બાદમાં હિલેરી ક્વિન્ટલે 50 મિલિયન ડોલરની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય રણમાં 24 કલાક વીજળી માટે સોલાર પ્લાન્ટ ઊભા કરવા અંગેનો સૂચનો પણ અગરિયાઓ પાસેથી મેળવ્યા હતા. હિલેરી ક્લિન્ટને અગરિયા પરિવારના વિકાસ તરફ કદમ ભરવા અંગે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ વિચાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અગરિયાનો ઝીરો બીએચકે બંગલાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી. આ ઉપરાંત તેઓએ બે કલાક જેટલો સમય અગરિયાઓ સાથે ગાળ્યો હતો. હિલેરી ક્લિન્ટને મહિલાઓને સંબોધતાં કહ્યું હતું કે, ‘તમારે જેના પર કામ કરવું હોય તેના આઇડિયા આપજો, આપણે એના પર કામ કરીશું.'


આ પણ વાંચો : 


જુનિયર ક્લાર્ક પરીક્ષાની આવી ગઈ તારીખ, આ દિવસે લેવાશે રદ થયેલી પરીક્ષા


જંત્રી વધારા પર નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાત સરકાર માટે કહ્યું આવું...


હિલેરી ક્લિન્ટને રણનું 35થી 37 ડીગ્રી તાપમાન જોઈ આકાશ તરફ મીટ માંડી અને અગરિયા પરિવારોની આકરી મહેનતને દિલથી બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ધ્રાંગધ્રાની એક સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત સહિતના જિલ્લાના મોટા અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. 


રણમાં હિલેરી ક્લિન્ટેનના આગમનને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે રવિવારે સેલ્ફ-એમ્પ્લોયી વુમન્સ એસોસિયેશનનાં સ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી અને અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી. 2022માં ઇલા ભટ્ટ દ્વારા વાવેલા વડના વૃક્ષની નજીક બનેલા સ્મારકની પણ મુલાકાત લીધી હતી.  શુક્રવારે હિલેરી ક્લિન્ટનના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે.


આ પણ વાંચો : 


મોબાઈલ ફોન સોર્સકોડથી બંધ થઈ ગયા, ભૂલથી સસ્તાની લાલચમાં કોઈની પાસેથી ફોન ન ખરીદતા