શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :પોલીસ કર્મચારીઓ માનવતા દાખવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હિંમત નગરની એક હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપનાર માતાપિતા તો તેને બીમાર મૂકીને ભાગી ગયા, પણ એક પીએસઆઈ બાળક માટે દોડી આવ્યા હતા. બાળકને કરાવવાની સર્જરીનો તમામ ખર્ચ આપવાની વાત કરી પીએસઆઈ બાળકના વાલી બન્યા હતા. આમ, એક તરફ પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું, તો બીજી તરફ હોસ્પિટલના સ્ટાફે બાળકને મૂકીને ફરાર થઈ જનાર માતાપિતા પર ફીટકાર વરસાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી : મા અંબાના ચરણોમાં ચઢાવેલી સાડીઓને હોંશેહોંશે ખરીદી રહી છે મહિલાઓ



સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સંજીવની હોસ્પિટલમાં એક સપ્તાહ અગાઉ એક નવજાત બાળકને જન્મ બાદ તરત જ મૂકીને તેના માતાપિતા જતા રહ્યા હતા. બીજી બાજુ બાળકની પરિસ્થિતિ બહુ જ નાજુક હતી. સારવાર માટે તેના માતાપિતાને હોસ્પિટલનો સ્ટાફ શોધતુ રહ્યું અને આખરે ડોક્ટર પણ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જોકે ત્યાં ફરિયાદ લેવાના બદલે પોલીસે બાળકના વાલી તરીકેને જવાબદારી સ્વીકારી લીધી અને ફરિયાદ પછી, પહેલા સારવાર આપી જીવ બચાવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. પોલીસ મથકે પહોંચેલા બાળરોગ હોસ્પિટલના તબીબે હિંમતનગર બી ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને બીમારી હતી જે માટે સર્જરી કરાવવી જરૂરી હતી. આ વાત તેમણે પીએસઆઈ પી.વી.ગોહિલને જણાવી હતી. જેને લઈને બાળકના પરિવારજન કે વાલીની જરૂર હતી. જરા પણ વિચાર્યા વગર અને રાહ જોયા વગર પીએસઆઈ બાળકના વાલી બની ગયા અને તેને દત્તક લઈને તમામ ખર્ચ કરવાનું તબીબને કહી દીધું હતું. આ સર્જરી માટે બાળકને અમદાવાદ લઇ જવું પડે તેમ હતું અને તેના માટે ખર્ચો પણ વધુ થાય તેમ હતું. જેથી કડક હૃદયની પોલીસ પરિસ્થિતિ જોઈ ઠીલી થઇ ગઈ હતી. આમ માનવતા મહેકી ઉઠી હતી.


Pics : હૈયુ કંપાવી દેનારી સુરત આગકાંડની ઘટના ગણેશ પંડાલમાં જીવંત કરાઈ, આગમાંથી કૂદતા વિદ્યાર્થીઓ બતાવાયા


આમ, પોલીસ કર્મચારીઓ માનવતાની મહેંક ફેલાવતા રહે છે. એક બાળક માટે પીએસઆઈ ગોહિલ ખરા અર્થમાં સંજીવની બનીને આવ્યા. નવજાત બાળકને મૂકી જનાર માતાપિતા સામે ઈપીકો કલમ ૩૧૭ મુજબ તબીબની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :