સાગર ઠાકર/જુનાગઢ :જૂનાગઢમાં સેવાભાવી સંસ્થાએ કોમી એકતાનું ઉદાહરણ આપતું સેવાકાર્ય કર્યું. હિન્દુ અને મુસ્લિમ કન્યાના સંસ્થાએ લગ્ન કરાવ્યા. સત્યમ સેવા મંડળે લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં એક હિન્દુ અને મુસ્લિમ દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા છે. બંને કન્યાઓ પ્રજ્ઞાચક્ષુ છે, જેઓના તેમની વિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવ્યા. નવદંપતીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ સેવાભાવી સંસ્થા તરફથી આપવામાં આવી. સત્યમ સેવા મંડળે અત્યાર સુધી 1,800 દીકરીઓના લગ્ન કરાવી આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમા લગ્ન યોજાયા જેમાં શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા મંડળ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કન્યાના લગ્ન કરાવી આપ્યા છે. નવદંપતીને જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ આપવામાં આવી છે. એક તરફ લગ્ન અને બીજી તરફ નિકાહ થતાં હોય તેવું કોમી એકતા સમું દ્વશ્ય જોવા મળ્યું. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 1800 દીકરીઓના લગ્ન કરાવી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.


જૂનાગઢ શહેરમાં છેલ્લા 36 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થા સત્યમ સેવા મંડળ દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના લગ્ન કરાવી આપવામાં આવે છે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 1800 થી વધુ દીકરીઓના લગ્ન કરાવી અપાયા છે. આ સંસ્થાના પ્રમુખ મનસુખ વાજા આ મામલે સતત સક્રિય રહે છે. 



સંસ્થાના પ્રમુખ મનસુખ વાજા


તાજેતરમાં સત્યમ સેવા મંડળ દ્વારા કોમી એકતાના પ્રતિક સમા એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એક હિન્દુ અને એક મુસ્લિમ દીકરીના આદર્શ લગ્ન કરાવી અપાયા. હિન્દુ કન્યા શિલ્પાબેન અને મુસ્લિમ દુલ્હન ફરઝાનાબેન કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે તે બંને દીકરીઓના લગ્ન તેમની ધર્મ વિધિ અનુસાર કરાવી અપાયા. એક જ દિવસે એક તરફ હિન્દુ વિધિ મુજબ વર કન્યાના ફેરા થતાં હતાં તો બીજી તરફ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ પઢવામાં આવ્યા.


જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના લગ્નપ્રસંગને લઈને શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા દાન પણ અપાયું. બંને દીકરીઓને લગ્નપ્રસંગ નિમિત્તે 81 જેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી. સત્યમ સેવા મંડળના આ માનવતાવાદી પ્રયાસને નગરજનો બિરદાવી રહ્યા છે.