પાકિસ્તાનના કરાચીમાં વસતા હિન્દુ યુગલે રાજકોટમાં આવીને કર્યા લગ્ન
કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ્દ થયા પછી ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ ભર્યો માહોલ છે. તેવામાં પાકિસ્તાની બે યુવકોએ રાજકોટ આવીને લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુઓને લધુમતિનો દરજ્જો આપવામાં આવે છે. જેને કારણે પાકિસ્તનમાં રહેતા મહેશ્વરી સમાજના લોકોને ધામધુમથી લગ્ન કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી અને આ જ કારણથી પાકિસ્તાની બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ: કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ્દ થયા પછી ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ ભર્યો માહોલ છે. તેવામાં પાકિસ્તાની બે યુવકોએ રાજકોટ આવીને લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુઓને લધુમતિનો દરજ્જો આપવામાં આવે છે. જેને કારણે પાકિસ્તનમાં રહેતા મહેશ્વરી સમાજના લોકોને ધામધુમથી લગ્ન કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી અને આ જ કારણથી પાકિસ્તાની બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ ભરી સ્થિતી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે કલમ 370 અને 35A કશ્મિરમાંથી રદ્દ કરતા પાકિસ્તાન બોખલાયું છે. જોકે પાકિસ્તાનથી મહેશ્વરી સમાજના બે યુવાનો રાજકોટ લગ્ન કરવા આવ્યા હતા. ધામધુમથી તેમનાં લગ્ન રીત રીવાઝ મુજબ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનનાં કરાચીનો રહેવાસી અનિલ લાખીયા અને ચેતન ડોરૂ નામનાં મહેશ્વરી સમાજનાં બન્ને યુવાનોએ શનિવારે રાજકોટમાં લગ્ન કર્યા હતા.
SWIGGYના ડિલિવરી બોયે ફૂડની સાથે-સાથે શરૂ કર્યો ‘બિયર’નો ધંધો !
વરરાજા અનિલ લાખીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, કરાંચીમાં 3 હજાર જેટલા મહેશ્વરી જ્ઞાતીનાં લોકો વસવાટ કરે છે. તેમની જ જ્ઞાતીની યુવતીઓ સાથે તેમને લગ્ન કરવા હોવાથી રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં સમુહ લગ્નમાં વિધીવત રીતે લગ્ન કર્યા હતા. વરરાજો અનીલ લાખીયા તેની પત્ની નીશા સાથે હવે 3 મહિના બાદ પાકિસ્તાન જશે.
‘ઓયો રૂમ્સ’ હોટલ બુકીંગની બેદરકારી, ઈન્દોરના 28 બેન્ડમિન્ટન ખેલાડીઓ થયા હેરાન
રાજકોટમાં યોજાયેલા મહેશ્વરી સમાજનાં સમૃહ લગ્નમાં અનીલ લાખીયા અને નીશા તેમજ ચેતન ડોરૂ અને મંજૂલા ડોરૂએ લગ્ન કર્યા હતા. અનીલ લાખીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત સરકારે કલમ 370 દુર કરતા પાકિસ્તાન સરહદ પણ તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં લગ્ન કરતી સમયે સરકાર ધામધુમથી કે બેન્ડ વાજા સાથે સ્વતંત્રતાથી લગ્ન કરવા દેવામાં આવતા નથી. પાકિસ્તાનમાં હિન્દુઓ લધુમતીમાં આવતા હોવાથી લધુમતી જેવો વ્યવહાર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં હિન્દુ વિરોધી વાતાવરણ પણ જોવા મળે છે.
અમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગુજરાતી ગેંગની ધરપકડ
પાકિસ્તાનથી રાજકોટ આવીને બન્ને યુવકોએ રીત રીવાઝ મુજબ લગ્ન કર્યા હતા. જેમને સરકારનાં કલમ 370 અને 35A રદ્દ કરવાનાં નિર્ણયને આવકાર્યો હતો અને ભારતનાં લોકોને ફાયદો થશે તેવું પણ કહ્યું હતું. જોકે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારનાં બનાવો બનતા હોવાનું પણ કહ્યું હતું. બન્ને દેશો વચ્ચે ભલે તણાવ ભર્યું વાતાવરણ હોય પરંતું દિલ મળી જતા હવે પાકિસ્તાની દુલ્હાઓ ખુશ જોવા મળ્યા હતા.
ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત દેસાઇ
ભારત અને પાકિસ્તાનની સરહદોની બન્ને બાજૂ મહેશ્વરી સમાજનાં લોકો વસવાટ કરે છે. જેથી બેટી અને રોટીનો વ્યવ્હાર હજું પણ ચાલી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનથી લગ્ન કરવા આવેલા અનીલ લાખીયા અને નિશા લાખિયા તેમજ ચેતન ડોરૂ અને તેની પત્ની મંજૂલા ડોરૂ ત્રણ મહિના પછી પાકિસ્તાન પરત ફરશે.
જુઓ LIVE TV...